બીજી લહેરની ઘાતક અસરથી જૂનાગઢ જીલ્લો મુકત : ગઈકાલે કોરોનાનાં એકપણ કેસ નોંધાયા નહીં

0

કોરોનાનાં વિપતિ કાળની આપતિજનક સ્થિતિમાંથી ધીમે ધીમે જૂનાગઢ સહિત ગુજરાત રાજય બહાર આવી રહયું છે. બીજી લહેરનાં ક્રુર પંજામાં અનેક દર્દીઓ ઝપટે ચડી ગયા હતા અને અનેક લોકોએ પોતાના આપ્તજનને ગુમાવ્યા છે. આ દુઃખભરી ઘડી વિતી ગઈ હોય તેવું લાગે છે. ગઈકાલે સત્તાવાર રીતે જે આંકડા પ્રાપ્ત થયા છે તે અનુસાર કોરોનાની બીજી લહેરમાં પ્રથમ જૂનાગઢ શહેરથી લઈ જૂનાગઢ તાલુકામાં કોરોનાનાં કોઈ કેસ નોંધાયા નથી અને આ સમાચાર આનંદદાયક તો છે જ પરંતુ સાથે જ મહામારી હવે અલવિદા થઈ હોય તેવો અહેસાસ કરાવે છે પરંતુ સાથે જ સાવચેતી, તકેદારી અને પરેજીની આલબેલ પણ પોકારે છે. જાે લોકો દ્વારા સ્વયં રીતે સાવચેતી જાળવવામાં નહી આવે તો ખરાબ પરીણામ ભોગવવાની પણ તૈયારી રાખવી પડશે. જે અંગે નિષ્ણાંતો ચેતવણીનો સુર પણ વ્યકત કરી રહયા છે. છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી કોરોનાની ભયંકર સ્થિતિ વચ્ચે જનજીવન સપડાયેલું હતું. વર્ષ ર૦ર૧નાં જૂન અને જુલાઈ માસમાં સ્થિતિ ધીમેધીમે હળવી બની છે. કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેર આવી તે ઘાતક સાબીત થઈ હતી અને હવે તેમાંથી છૂટકારો મળી રહયો હોય તેમ માનવામાં આવી રહયું છે અને અનેક પ્રકારની છૂટછાટો સરકારી તંત્ર અને સરકાર દ્વારા મળી છે પરંતુ સાથે જ સંભવિત ત્રીજી લહેર માટે ૩૧ ઓગષ્ટની ડેડલાઈન પણ નકકી કરવામાં આવી છે. કોરોના સામે સુરક્ષા કવચ તરીકે સ્વીકારવામાં આવેલા રસીકરણને ૧૦૦ ટકા સંપૂર્ણ બનાવી દરેક નાગરીક કોરોના રસીથી સજજ બની જાય તો જ કોરોનાને હરાવી શકીશું તેવી જે સરકારશ્રીની ગાઈડલાઈન તેમજ ખાસ કરીને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન રહયું છે કે આ મહામારીને સંપૂર્ણપણે હરાવી જ છે અને તેના માટે આપણે સૌએ સાવચેતી, તકેદારી સાથે જાગૃતતા દાખવવી પડશે તો જ આજના દિવસે જેમ કોરોનાનાં એકપણ કેસ ગઈકાલનાં સત્તાવાર યાદીમાં નોંધાયા નથી તે રીતે સમગ્ર દેશમાં કોરોનાનાં કેસ નોંધાશે નહી. (માસ્ક પહેરો અને સોશિયલ ડીસ્ટન્સ જાળવો, બને ત્યાં સુધી ભીડમાં ન રહેવું, કામ સિવાય બહાર નહી નીકળવું એજ ઉપાય.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!