બોહેમિયન સોલ્યુશન્સે એન.આર. વેકરીયા ઈન્સ્ટિટયૂટ સાથે પ્રથમ લર્નિંગ મેનેજમેન્ટ સીસ્ટમનો કોન્ટ્રાકટ કર્યો

0

જૂનાગઢની સર્વોત્તમ શિક્ષણ આપતી સંસ્થા એન.આર. વેકરીયા ઇન્સ્ટિટ્યૂટએ બોહેમિયન સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ૨૨ વર્ષીય મેનેજીંગ ડિરેકટર પ્રથિત ત્રિવેદી દ્વારા બનાવાયેલ લર્નિંગ મેનેજમેન્ટ સીસ્ટમ અપનાવી પોતાની કોલેજના છાત્રોને સર્વોત્તમ શિક્ષણ મળે તે માટેની પહેલ કરી છે.  બીજી બાજુ વિદ્યાર્થીઓ માટે હંમેશા નવું અને ઉપયોગી વિચારનાર એવા નાનજીભાઈ વેકરીયાનો કંપનીને ખૂબ જ પોઝિટિવ અને ઉત્સાહ વર્ધક સપોર્ટ મળતાં બોહેમિયન સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ લર્નિંગ મેનેજમેન્ટ સીસ્ટમનો સૌથી પહેલો કોન્ટ્રાક્ટ એન.આર. વેકરીયા ઇન્સ્ટિટ્યૂટ સાથે કરી રહ્યા હોવાનો આનંદ વ્યકત કર્યો હતો. જૂનાગઢમાં ઘણી બધી એન્જિનિયરિંગ તથા અન્ય બ્રાંચની કોલેજાે અને સંસ્થાઓ આવેલી છે અને જૂનાગઢ હંમેશા નવી વસ્તુ સમાજમાં લાવવા માટે આગળ રહ્યું છે. ત્યારે શહેરની ખ્યાતનામ એન.આર. વેકરીયા ઇન્સ્ટિટ્યૂટએ કમાવાનો આશય પાછળ છોડી, ખરેખર વિદ્યાર્થીઓનું ભવિષ્ય સારૂ થાય, તેનું હંમેશા  ધ્યાન રાખતી આવી છે અને નવા વિચારોને અપનાવવાના  કારણે આજે એન.આર. વેકરીયા ઇન્સ્ટિટ્યૂટ હંમેશા અગ્રેસર રહી છે.  જાે કે, તે માટે કેળવણીકાર નાનજીભાઈ વેકરીયા પોતે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ અનુભવી અને વર્ષોથી શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને એમનો હંમેશા અભિગમ પોતાની સંસ્થા માટે ખૂબ જ ઉમદા રહ્યો છે. હાલના સમયમાં જ્યારે શિક્ષણ એક વ્યવસાય થઈ ગયો છે. ત્યારે  વિદ્યાર્થીઓ માટે હંમેશા નવું અને ઉપયોગી વિચારી કરતી વ્યક્તિ તરીકે નાનજીભાઈ વેકરીયાએ બોહેમિયન સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ખૂબ જ પોઝિટિવ અને ઉત્સાહ વર્ધક એક સપોર્ટ પણ કર્યો છે. તેમણે ગત વર્ષે કંપનીના લિટલ માસ્ટર એવા પ્રથિત ત્રિવેદીને સૌથી વધારે પ્રોત્સાહન આપી અને બાળકોના અને શિક્ષણના ભવિષ્ય માટે એક ભારતીય વિદ્યાર્થી, ભારતના વિદ્યાર્થીઓ અને શિક્ષણ સંસ્થાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને લર્નિંગ મેનેજમેન્ટ સીસ્ટમ બનાવે, તેમાં ખૂબ જ સપોર્ટ કર્યો છે અને એટલે જ લર્નિંગ મેનેજમેન્ટ સીસ્ટમનો સૌથી પહેલો કોન્ટ્રાક્ટ પણ એન.આર. વેકરીયા ઇન્સ્ટિટ્યૂટ સાથે થયો છે. તેનો બોહેમિયન સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને પણ ખૂબ આનંદ છે. આ મેનેજમેન્ટ સીસ્ટમ બનાવનાર ૨૨ વર્ષીય પ્રથિત ત્રિવેદી અમેરીકા ખાતે ટેમ્પલ યુનિવર્સિટી ફિલાડેલ્ફિયામાં અભ્યાસ કરતો હતો અને કોરોના મહામારીને કારણે ચાલુ અભ્યાસે ભારત પરત આવવું પડ્યું અને તેણે જાેયું કે, છેલ્લા લગભગ સવા વર્ષથી બાળકોના અભ્યાસ ઉપર ખૂબ જ ઊંધી અસર પડી રહી છે, ત્યારે પ્રથિત ત્રિવેદીએ ભારતની શૈક્ષણિક સંસ્થાઓ તથા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી એક તદ્દન ભારતીય અભિગમથી આ મેનેજમેન્ટ સીસ્ટમનો કાર્યક્રમ બનાવ્યો હોવાનુંં તથા જૂનાગઢની  એન.આર. વેકરીયા ઇન્સ્ટિટ્યૂટનો મેનેજમેન્ટ સીસ્ટમ પ્રોગ્રામ તૈૈયાર કરી, સૌથી પહેલા આ સંસ્થાને  સેન્ટર તરીકે નક્કી કર્યું હોવાનું પ્રથિત ત્રિવેદી જણાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!