જૂનાગઢ સિવીલ હોસ્પીટલનાં પાંચમાં માળે શૌચાલયની બારીમાંથી નાસી છુટનાર શખ્સ ધારી રેલ્વે સ્ટેશનેથી ઝડપાઈ ગયો છે. જૂનાગઢ સીવીલ હોસ્પીટલનાં પાંચમાં માળે કેદી વોર્ડનાં શૌચાલયની બારીમાંથી તા. ૬મેનાં રોજ રવિ તુલસીભાઈ સોલંકી અને ગોરધન રાયસીંગ નામના શખ્સો નાસી છુટયા હતાં. આ અંગેનો ગુનો જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. દરમ્યાન રવિ ધારી રેલ્વે સ્ટેશન પાસે ઝુંપડામાં રહેતો હોવાની બાતમીનાં આધારે જૂનાગઢ એલસીબીનાં પીઆઈ એચ.આઈ. ભાટી અને સ્ટાફે તેને ધારી રેલ્વે સ્ટેશનથી ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસે રૂા. ૪૯૦ની રોકડ, રૂા. ૬ હજારનો મોબાઈલ અને સોનાના દાગીના મળી આવ્યા હતાં. તેને પકડીને જૂનાગઢ લાવી આકરી પુછપરછ કરતાં તેણે વેરાવળમાં બે માસ પહેલા રૂા. ૬ હજારની ચોરી, દોઢેક મહીના પહેલા ધારીના ડાંગાવદરમાંથી રૂા. ૩૦ હજારની ચોરી અને ર૦ દિવસ પહેલા ભાયાવદરમાંથી રૂા. રપ હજાર રોકડા તેમજ સોના દાગીનાની ચોરીની કબુલાત આપી હતી. આથી એલસીબીએ વેરાવળ પોલીસને જાણ કરી તેને આગળની કાર્યવાહી માટે જૂનાગઢ એ ડીવીઝન પોલીસને સોંપી આપેલ છે. આ કામગીરીમાં પીએસઆઈ ડી.જી. બડવા, ડી.એમ. જલુ, વી.એન. બડવા, વી.કે. ચાવડા, જયદીપ કનેરીયા, જીતેષ મારૂ, નિકુલ પટેલ, સાહિલ સમા, ભરતભાઈ સોલંકી, દેવશીભાઈ નંદાણીયા, મયુરભાઈ કોડીયાતર, દિવ્યેશભાઈ ડાભી, જગદીશભાઈ ભાટુ વગેેરે સ્ટાફ જાેડાયેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews