જૂનાગઢ તાલુકાના ધંધુસર ગામની સીમ નજીક રહેણાંક મકાનમાં પોલીસ ત્રાટકી : જુગાર રમતા ૧૦ સામે કાર્યવાહી

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દ્વારા ચોકકસ બાતમીનાં આધારે ધંધુસર ગામે સામા કાંઠાનાં જૂનાગઢવાળી સીમ ઉપર આવેલ મહેશભાઈ રામભાઈ દિવરાણીયાનાં રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાંચે રેડ કરતા મહેશભાઈ રામભાઈ, ચેતન નાગજીભાઈ ધડુક, ધર્મેશભાઈ પ્રાગજીભાઈ પોશીયા, વસીમ ઈકબાલભાઈ ગીરાચ, પરસોતમભાઈ રણછોડભાઈ ભાખર, રણમલ ભીખાભાઈ ઝાલા, રાકેશ મગનભાઈ ટાટમીયા, ઈમરાન આમદભાઈ મંઘરા, રણજીત મોહનભાઈ વાઘ, જલ્પાબેન હરીભાઈ પટેલ વગેરેને રૂા.૩,૬૦,૭૦૦ની રોકડ, ૧૦,પ૦૦ની નાલ, મોબાઈલ ફોન-૧૦, મોટરસાયકલ-ર, ફોરવ્હીલ કાર વગેરે મળી કુલ રૂા. ૯,૬૭,ર૦૦નો મુદામાલ ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારાની કલમ-૪,પ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ વંથલી પીએસઆઈ એસ.એન. ક્ષત્રીય ચલાવી રહયા છે.

ચોરવાડનાં ઝડકા, ગડુ અને કેશોદમાં જુગાર દરોડા

ચોરવાડ પોલીસે ઝડકા ગામે આરીફભાઈ શરીફભાઈ લાખાનાં રહેણાંક મકાને જુગાર અંગે દરોડો પાડતા ૬ શખ્સોને રૂા. ૪ર,૯૦૦ની રોકડ, મોબાઈલ ફોન , મોટર સાયકલ વગેરે મળી કમુલ રૂા. ૧,ર૭,૪૦૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહ હાથ ધરી છે. આ ઉપરાંત ગડુ ગામે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂા.૧૦,૧૮૦નાં રોકડ મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા એક રહેણાંક મકાનમાંથી  ૯ શખ્સોને રૂા.૧પ,૬૦૦ની રોકડ, મોબાઈલ વગેરે મળી કુલ રૂા. ૩૮,૬૦૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત કેશોદમાં અન્ય એક સ્થળેથી પોલીસે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા.પ,૬૯૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!