જૂનાગઢમાં સુખ પરિવાર દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળાઓને સુરજ ફન વર્લ્ડની મુલાકાતે લઈ જવામાં આવેલ અને ત્યાં ભોજન પ્રસાદ પણ લેવડાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ અંગેની મળતી વિગત અનુસાર બાબા સુખરામદાસ સાહેબની કૃપા દ્રષ્ટી અને તેના માર્ગદર્શન હેઠળ તેના અનુયાયીઓ દ્વારા જામનગર, રાજકોટ, બરોડા, અમદાવાદ અને જૂનાગઢ સહિતનાં શહેરોમાં સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જરૂરીયાત મંદોને ભોજન કરાવવું, જુદા જુદા આશ્રમોમાં રહેનારા લોકોને પણ ભોજન પ્રસાદ તેમજ જરૂરીયાતમંદ લોકોને કપડા તથા આર્થિક સહાય પણ આપવામાં આવી રહી છે. જૂનાગઢમાં ગુરૂદેવ સાંઈ સંજયદેવ સાહેબજીનાં સાનિધ્યમાં સેવાકીય કાર્યો સતત કરવામાં આવી રહયા છે. આ દરમ્યાન જૂનાગઢમાં અંધ કન્યા છાત્રાલય ખાતે રહેતા પ્રજ્ઞાચક્ષુ બાળાઓને તાજેતરમાં આ સુખ પરિવાર દ્વારા સુરજ ફન વર્લ્ડ ખાતે લઈ જવામાં આવ્યા હતા જયાં રાઈડની શેર કરાવી હતી તેમજ ભોજન પણ કરાવવામાં આવ્યું હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews