બે રાત્રી દરમ્યાન વેરાવળમાં ૪ અને તાલાલામાં પાંચ ઘરફોડી કરનાર સીકલીગર ગેંગના ૪ રીઢા તસ્કરોને પોલીસે ઝડપી લીધા

0

વેરાવળ-તાલાલામાં બે દિવસમાં ૯ બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરી ઘરફોડીની ઘટનાઓને અંજામ આપનાર સરદારજીઓની આંતરરાજય સીકલીગર ગેંગના ૪ રીઢા સાગરીતોને ગણતરીના દિવસોમાં જ ગીર સોમનાથ જીલ્લા પોલીસે ઝડપી લઇ એકીસાથે વેરાવળની ૪ અને તાલાલાની પાંચ મળી કુલ ૯ ઘરફોડીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. આ ગેંગના સભ્યોએ અત્યાર સુધીમાં અંદાજે ૧૦૦ જેટલી ઘરફોડીની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું પોલીસમાંથી જાણવા મળેલ છે. આ ગેંગની પુછપરછમાં સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં થયેલ ઘરફોડીની અસંખ્ય ચોરીના ભેદ ઉકેલાવાની પોલીસ આશા સેવી રહયુ છે. આંતરરાજય તસ્કેર ગેંગને ઝડપી લીધા અંગે ગીર  સોમનાથ જીલ્લા એએસપી ઓમપ્રકાશ જાટ, સીટી પીઆઇ ડી.ડી.પરમારે પત્રકાર પરીષદ યોજી માહિતી આપતા જણાવેલ કે, શહેરના શિવજીનગરમાં રહેતા રેલ્વે અધિકારી પંકજકુમાર શર્માના બંધ મકાનને ગત તા.૨૦ જુલાઇની રાત્રીના તસ્કરોએ નિશાન બનાવી રૂા.૯૦ હજારના સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ જ રાત્રીત દરમ્યાન શહેરના જુદા-જુદા વિસ્તારમાં અન્ય ચાર બંધ મકાનોને એક જ રીત મુજબ નિશાન બનાવી ચોરી થયેલ હતી. દરમ્યાન બીજા દિવસે તાલાલા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પણ પાંચ ઘરફોડ ચોરીની ઘટનાઓ બની હતી. જેથી તસ્કરોને ઝડપી લેવા ચાર પીએસઆઇના નેજા હેઠળ જુદી-જુદી ટીમો બનાવી દરેક ટીમને અલગ-અલગ દિશામાં તપાસ કરી સગળ મેળવવા કામે લગાડવામાં આવી હતી. વધુમાં હ્યુમન અને ટેકનીકલ સર્વેલન્સ થકી ઘટનાવાળી જગ્યાની આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરતા ઘરફોડીમાં ઉપયોગ થયેલ ફોર્ડ ફીગો કાર શંકાસ્પદ જણાય હતી. જેથી આ કારના આવવા જવાના રૂટના સીસીટીવી ફુટેજ મેળવવા ૫૦ કીમીથી વધુ વિસ્તારમાં તપાસ કરી ટીમોએ મોબાઇલ ફોન ટાવર અને સીસીટીવીના ડેટા એકત્ર કરેલ હતા. જે વિગતોના આધારે હે.કો. નટુભા બસીયા, એએસઆઇ લાલજીભાઇએ ચકાસણી કરી શંકાસ્પદ ફોર્ડ ફીગો કારના અસ્પષ્ટ દેખાતા નંબર શોધી કાઢેલ હતા. જેના ઉપરથી સંભવીત કાર નંબરોની યાદી બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં આ ફીગો કાર રજી નંબર જીજે-૦૬-ઇએચ-૯૨૯૦ હોવાનું જાણવા મળતા આરટીઓ કચેરી પાસેથી માહિતી મેળવતા કારના માલીક તરીકે વિરકોરબેન મદનસીંગ સીકલીગર રહે.ચાચા નહેરૂ નગર-વડોદરાવાળા હોવાનું જાણવા મળેલ હતુ.  જે માહિતીની પોકેટ કોપની મદદથી તપાસ કરતા કાર માલીકનો પતિ મદનસીંગ સીકલીગર વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોઘાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાય ચુકેલ આરોપી છે. જેથી પોલીસની એક ટીમને શંકદાર મદનસીંગની તપાસ કરવા વડોદરા મોકલવામાં આવી હતી. ટીમે ફોર્ડ ફીગો કાર સાથે મદનસીંગને વડોદરા ખાતેથી ઝડપી લઇ આગવી ઢબે પુછપરછ કરતા વેરાવળ તથા તાલાળા ઘરફોડી કરી હોવાની કબુલાત આપતા કહેલ કે, આ તમામ ચોરીની ઘટનાઓને અંજામ આપવા તેની સાથે જાેગીંદરસીંગ ઉર્ફે કબીરસીંગ ઉર્ફે જાેગી સંતોકસીંગ ભૌંડ રહે.ભરૂચ, ગુરૂમુખસીંગ નેપાલસીંગ જુણી રહે.વડોદરા, હરદયાલસીંગ ઉર્ફે અર્જુનસીંગ જાેગીંદરસીંગ તીલપીતીયા રહે.મેંદરડા જૂનાગઢવાળા હતા. જેથી આ ત્રણેય શખ્સોને ભરૂચ, વડોદરા અને મેંદરડાથી ઝડપી લીધા હતા. બાદમાં આ સીકલીગર ગેંગના ચારેય કુખ્યાત સાગરીતોને વેરાવળ લાવી પુછપરછ હાથ ધરતા તા.૨૦ જુલાઇની રાત્રીના વેરાવળમાં થયેલ અને તા.૨૧ જુલાઇની રાત્રીના તાલાલામાં થયેલ સીરીયલ ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપેલ હોવાની કબુલાત આપી હતી. જેથી ચારેય આરોપીઓ પાસેથી ફોર્ડ ફીગો કાર તથા મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવેલ છે. જયારે ચોરીમાં ઉપયોગ કરેલ હથિયારો તથા ચોરેલ મુદામાલ કબ્જે કરવા માટે ચારેય આરોપીઓને રીમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

દર વખતે ચોરીની ગાડીઓ લાવતા પરંતુ વખતે પોતાની લાવ્યા ઝડપાઇ ગયા

દરેક ગુનેગાર ઘટનાને અંજામ આપતી સમયે કયાંકને કયાંક પગેરૂ છોડી જતુ હોય છે. સીકલીગર ગેંગની એમ.ઓ. એવી હતી કે મોટાભાગે ગેંગના સાગરીતો ચોરીની ગાડી લઇ ચોરીની ઘટનાઓએ અંજામ આપવા જતા હતા. પરંતુ આ વખતે ગેંગના સાગરીતો પોતાની ફીગો કાર લઇને આવેલ હતા જે કાર શંકાના દાયરામાં આવી હતી. જેથી વેરાવળ સર્વેલન્સ સ્ટાફના નટુભા બસીયા, દેવદાન કુંભરવાડીયાએ કુનેહભરી રીતે શહેરમાં પ્રવેશ કરતા અને બહાર નિકળતા વાહનોની રજેરજની માહિતી મેળવવા ૫૦ કીમી સુધી ફરી સીસીટીવીના ડેટા એકત્ર કરેલ હતા. જેની જીણવટભરી તપાસમાં ગેંગના સાગરીતો લઇને આવેલ શંકાસ્પદ ફીગો કારના નંબર સહિતની માહિતી મળી હતી. જેના આધારે ૯ જેટલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.

પોલીસ સ્ટાફની રાત-દિવસની કુનેહભરી કામગીરીથી રેકર્ડ સમયમાં ગેંગને ઝડપી લીધાનું રાજયમાં પ્રથમવાર બન્યું

સીકલીગર ગેંગ દર વખતે ચોરીની ઘટનાઓને અંજામ આપ્યા બાદ રાતોરાત જે તે શહેર છોડી છુટા છવાયા રીતે જુદા-જુદા સ્થળોએ જતા રહેતા હતા. જેથી ગેંગનું પગેરૂ મેળવી તેના સાગરીતો સુધી પહોચવું પોલીસ માટે પડકારરૂપ હતુ. પરંતુ આ વખતે વેરાવળ પોલીસના સર્વેલન્સ સ્ટાફની કુનેહથી પગેરૂ મેળવવામાં સફળતા મળી હતી. જેના પગલે ઘરફોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યાના પાંચ જ દિવસમાં સીકલીગર ગેંગને ઝડપી લેવાયાનું રાજયમાં પ્રથમવાર બન્યુ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

આરોપીઓ રીતે ઘરફોડની ઘટનાને અંજામ આપતા

આરોપીઓ બંધ તાળાને તોડવાના સારી રીતે જાણકાર હતા. જેથી જયારે ચોરી કરવી હોય ત્યારે કાર લઇને વડોદરાથી નિકળી નકકી કરેલ શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તાારમાં પોતાના સંબંધીને ત્યાં પહોંચી રોકાઇ જતા હતા. જે શહેરમાં ચોરી કરવાની હોય તે શહેરના ભુગોળથી જાણકાર હોય તેવા સ્થાનીક પરીચીતને સાથે રાખી પ્લાન ઘડતા હતા. બાદમાં મઘ્યરાત્રીએ રોકાણના ઘરેથી નિકળી નકકી કર્યા મુજબ શહેરમાં પહોંચી સોસાયટી વિસ્તારોમાં ફરી બંધ મકાન જાેવા મળે એટલે ચોરીની ઘટનાને ત્વરીત અંજામ આપી દેતા હતા. આ ગેંગના સાગરીતો એક જ રાત્રી દરમ્યાન ચાર થી પાંચ ઘરફોડ ચોરીની ઘટનાને આરામથી અંજામ આપી નાસી જતા હતા. આ જ મોરસ ઓપરેન્ડસી મુજબ વેરાવળ-તાલાલામાં ૯ જેટલી સીરીયલ ઘરફોડ ચોરી કરવા મેંદરડા ખાતે રહેતા પરીચીત શખ્સ હરદયાલસીંગને ત્યાં ભરૂચ અને વડોદરાથી કારમાં ત્રણેય શખ્સોએ આવી રોકાણ કરી બાદમાં સાથે લઇ ઘરફોડની ઘટનાને અંજામ આપ્યોે હતો.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

આ સીરીયલ ઘરફોડીની ઘટનાને અંજામ આપનાર મેંદરડાના હરદયાલસીંગ સિવાયના ત્રણેય આરોપીઓ ઘરફોડીની ઘટનાઓને અંજામ આપવામાં કુખ્યાત છે. તેઓ સામે સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલ છે. જેમાં હરજીતસીંગ ઉર્ફે મદનસીંગ ચરણસીંગ સીકલીગર રહે.વડોદરા સામે પાંચ ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલ છે. જાેગીંદરસીંગ ઉર્ફે કબીરસીંગ ઉર્ફે જાેગી સંતોકસીંગ ભૌંડ રહે.ભરૂચ સામે વડોદરા શહેર, આણંદ, ભરૂચ તથા અમદાવાદ શહેરમાં કુલ ૧૮ ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. ગુરૂમુખસીંગ નેપાલસીંગ જુણી રહે.વડોદરા સામે બરોડા અને સુરતમાં કુલ ૧૩ ઘરફોડ ચોરી તથા જુગારધારાના ગુના નોંધાયેલા છે.  હરદયાલસીંગ ઉર્ફે અર્જુનસીંગ જાેગીંદરસીંગ તીલપીતીયા રહે.મેંદરડાવાળા વિરૂધ્ધ માણાવદર પોલીસમાં ફકત એક જ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલ છે. ગુરૂમુખસીંગ અને મદનસીંગ બંન્ને અગાઉ પાસામાં જેલમાં જઇ આવેલ છે. આ સીકલીગર ગેંગના સાગરીતોએ અંદાજે એકસો જેટલી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે. આ આંતરરાજય સીકલીગર ગેંગને ઝડપી લેવામાં વેરાવળ સીટીના પીએસઆઇ એચ.બી.મુસાર, બી.એન. મોઢવાડીયા, આર.એચ. સુવા, તાલાળાના એમ.કે. મકવાણા ઉપરાંત સ્ટાફના  લાલજીભાઇ બાંભણીયા, એલસીબીના અજીતસીંહ, નરેન્દ્ર પટાટ, દેવદાનભાઇ કુંભરવડીયા, નટુભા બસીયા, ગીરીશ વાઢેર, મયુર વાજા, પ્રદિપ ખેર, સુનિલ સોલંકી, અરજણ ભાદરકા, કમલેશ ચાવડા, અશોક મોરી, પ્રવિણ બાંભણીયા, રોહિત ઝાલા, લખમણ ચાવડાએ કામગીરી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!