વેરાવળ અને ચોરવાડ પંથકમાં વેકસીનનો પુરતો સ્ટોક ફાળવવા સોમનાથનાં ધારાસભ્યની રજૂઆત

0

સોમનાથનાં યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા મત વિસ્તાર સોમનાથ જીલ્લાનાં વેરાવળ તાલુકાનાં શહેરી વિસ્તારમાં આવેલ સી.એચ.સી. કેન્દ્રો તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પી.એચ.સી. કેન્દ્રો તેમજ વતન ચોરવાડ ખાતે આવેલ સી.એચ.સી. કેન્દ્રમાં વેકસીનનાં અપૂરતા જથ્થા બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં મંત્રીને લેખીત રજૂઆત કરવામાં આવેલ છે. ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા રજૂઆત દરમ્યાન જણાવેલ કે, હાલ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે વેકસીન લેવી ખૂબ જ આવશ્યક છે. ત્યારે અમારા સોમનાથ વિધાનસભા મત વિસ્તારનાં શહેરી વિસ્તારમાં સી.એચ.સી. કેન્દ્રો આવેલ છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પી.એચ.સી. કેન્દ્રો આવેલ છે અને અમારા વતન જૂનાગઢ જીલ્લાનાં ચોરવાડ ખાતે પણ સી.એચ.સી. કેન્દ્ર આવેલ છે અને હાલ લોકોને વેકસીન આપવાની કામગીરી ચાલી રહેલ છે. ત્યારે લોકો વેકસીન લેવા માટે કલાકોનાં કલાકો લાઈનમાં ઉભા રહે છે પરંતુ રોજ બરોજ માત્ર ર૦ ટકા લોકોને વેકસીન મળે છે અને ૮૦ ટકા લોકો પોતાનો સમય ખરાબ કરી વેકસીન વગર પરત ઘરે જાય છે જેથી આ વિસ્તારનાં લોકો રોજ બરોજ ખૂબ જ હેરાન પરેશાન થાય છે. માટે સોમનાથ મત વિસ્તારનાં વેકસીન કેન્દ્રો તથા અમારા વતનનાં ચોરવાડનાં સી.એચ.સી. ખાતે વેકસીનનો પુરતો સ્ટોક આપવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલીઓનો હલ થઈ શકે અને રોજ બરોજ હેરાન પરેશાન થતા લોકોને રાહત મળી શકે તેમ છે. જેથી સોમનાથનાં યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા લોકોને સમયસર વેકસીન મળી રહે તેવા હેતુથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં મંત્રીને વેકસીનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!