Wednesday, January 26

ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢનાં મહેમાન : વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ

0

ગુજરાત રાજયનાં રાજયપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢનાં મહેમાન બન્યા છે. રાજયપાલશ્રી કેશોદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરી જૂનાગઢની મુલાકાતે આવ્યા છે. આજે જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ઉપરકોટની મુલાકાત પણ લીધી હતી અને જયાં થઈ રહેલી વિકાસની કામગીરી નિહાળી હતી. એટલું જ નહી ઐતિહાસીક ઉપરકોટની ભવ્યતા અંગે માહિતી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ બપોરનાં સમયે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની પણ મુલાકાત લેનાર છે. આ ઉપરાંત બપોરે ૩.૦૦ કલાકે કૃષિ યુનિ.નાં ઓડીટોરીયમ ખાતે જીલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજીત સુભાષ પાલેકર કૃષિ આધારીત આયોજીત કાર્યક્રમમાં સહભાગી થનાર છે.  આ ઉપરાંત આજે સાંજે ૪.૩૦ કલાકે રાજયપાલશ્રી કલેકટર કચેરી ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આયોજીત વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેનાર છે. આજરોજ રાજયપાલશ્રીની જૂનાગઢની મુલાકાત દરમ્યાન અધિકારી, પદાધિકારી તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિ રહી  હતી.  ઉપરાંત જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!