ગુજરાત સરકારે નાઈટ કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરતાં અમદાવાદમાં આવેલી રેસ્ટોરાં અને હોટેલના માલિકો આનંદમાં છે. ર્નિણયના માત્ર એક દિવસ પહેલા, ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસમાં ઘટાડો થયો હોવાનું કારણ આગળ ધરીને રાજયના હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ અસોસિએશને કર્ફ્યૂને રાતેના ૧૦ વાગ્યાના બદલે મધરાતથી લાગું કરવાની રજૂઆત કરી હતી. અમદાવાદમાં રેસ્ટોરાં ધરાવતાં દિલીપ ઠક્કરે જણાવ્યું હતું કે, કફર્યુમાં મળેલી એક કલાકની રાહત, રેસ્ટોરાંને તેના ધંધાને પૂર્નઃજીર્વિત કરવામાં ઘણી મદદ કરશે. ગુજરાત એચઆરએના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, રાતે ૧૦ વાગ્યા સુધીના કર્ફ્યૂના કારણે, રેસ્ટોરાંને ૯ વાગ્યે જ વોક-ઈન બંધ કરવાની ફરજ પડતી હતી અને તેથી ગ્રાહકોની સંખ્યા પણ ઘટી હતી. કર્ફ્યૂના સમયમાં ઘટાડો થતાં ધંધામાં વધારો વધશે. હોટેલના માલિકોનું કહેવું હતું કે, ૮૫ ટકા ડાઈન-ઈન બિઝનેસ સાંજના સમયે જ થાય છે, પરંતુ કર્ફ્યૂના કારણે ગ્રાહકો ઓછા આવતા હતા. એચઆરએ ગુજરાતે લગ્ન પ્રસંગમાં મહેમાનોની સંખ્યા વધારીને ૫૦૦ કરવાની પણ માંગણી કરી હતી. લગ્ન તેમજ અન્ય સામાજિક પ્રસંગોમાં ૪૦૦ મહેમાનોને મંજૂરી આપવાનો સરકારનો આ ર્નિણય પણ રાહત બનીને આવ્યો છે, ખાસ કરીને કેટરર્સ અને હોટેલના માલિકો માટે સોમાણીએ જણાવ્યું હતું કે, મહામારીના કારણે કેટરિંગ અને બેકિવટ ઈન્ડસ્ટ્રીને ધંધામાં ૨ હજાર કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આ ર્નિણયથી વેડિંગ ઈન્ડસ્ટ્રીને રાહત મળશે અને આ ધંધા સાથે સંકળાયેલા ઘણા નાના વેપારીઓને વેપાર મળશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews