રોપ-વે સેવા ખરાબ હવામાનને લીધે આજે પણ બંધ રહી હોવાને કારણે આજે જૂનાગઢનાં મહેમાન બનેલા ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અંબાજી માતાજીની મુલાકાતનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. રાજયપાલશ્રીની જૂનાગઢની મુલાકાત દરમ્યાન જુદા જુદા સ્થળોની મુલાકાત લેનાર હોય તે અંગેનાં કાર્યક્રમોમાં અંબાજી મંદિર ખાતે બિરાજતા અંબા માતાજીનાં દર્શનનાં કાર્યક્રમનો પણ સમાવેશ થતો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી રોપ-વે સેવા બંધ છે અને આજે પણ ખરાબ હવામાનને કારણે રોપ-વે સેવા બંધ રહી હોવાને કારણે તેઓશ્રી અંબાજી મંદિર ઉપર જઈ નહી શકે તેમ જાણવા મળે છે. વિશેષમાં ૯૦ કિમીની ઝડપે પવન ફુંકાવાનાં કારણે રોપ-વે સેવા બંધ કરવાની ફરજ પડી હતી. દરમ્યાન આજે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અંબાજી માતાજીનાં દર્શન-પૂજન, અર્ચન માટે પધારવાનાં હોય જેથી તંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ રાજયપાલશ્રીનાં સ્વાગત માટે તૈયારી થઈ હતી પરંતુ ખરાબ હવામાનને કારણે રોપ-વે સેવા બંધ રહેતા રાજયપાલશ્રીનો કાર્યક્રમ કેન્સલ થયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews