કેશોદ : નિંદ્રાધીન મહીલાનાં ગળામાંથી સોનાનું માદળીયું કાઢી લઈ રૂા. ૪૭ હજારની ચોરી

0

કેશોદમાં જૂનાગઢ રોડ સોમનાથ હોટલની બાજુમાં રહેતા વલ્લભભાઈ ભીખાભાઈ વાઘેલા ઉ.વ.પ૦એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ફરીયાદી તથા તેના ઘરના સભ્યો રાત્રીનાં વખતે નિંદ્રાધીન હતા તે દરમ્યાન ઝુંપડાનાં પાછળનાં ભાગેથી બાકોરૂ પાડી ફરીયાદીનાં પત્નીનાં ગળામાંથી સોનાનું માદળીયું રૂા. ૧૬ હજારની કિંમતનું, કાનનો સોનાનો કાપ, એક મોબાઈલ વગેરે મળી કુલ રૂા. ૪૭ હજારનાં મુદામાલની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!