ભારતમાં કોવિડ-૧૯ સંક્રમણનો ગ્રાફ વધી રહ્યો છે અને દેશમાં શુક્રવારે ૪૪,૨૩૦ નવા કેસ નોંધાયા છે, જે પાછલા ત્રણ અઠવાડિયામાં સૌથી વધુ છે. બીજી તરંગમાં આ રોગના ફેલાવા દરમ્યાન દૈનિક ધોરણે ચાર લાખ કેસો આવતા હતા અને પછી ઓછા થયા હતા. રાજ્યોમાં લોકડાઉન કરવાની ફરજ પડી હતી જ્યારે ચેપના દરમાં વધારો થવાના અહેવાલ પછી કેટલાક પૂર્વોત્તર રાજ્યોમાં પણ અમુક પ્રતિબંધ લાગુ છે. ઇ-ફેક્ટર, જે દેશમાં કોવિડ-૧૯ ચેપ કેટલો ફેલાઈ રહ્યો છે, તે સૂચવે છે અને છેલ્લા એક સપ્તાહમાં કેરળ અને પૂર્વોત્તર રાજ્યોમાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેરળમાં ત્રણ દિવસથી ૨૨,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે અને તે ભારતના કુલ કેસમાં ૩૭ ટકાથી વધુ સક્રિય કેસ છે. દક્ષિણના આ રાજ્યની આર-વેલ્યુ લગભગ ૧.૧૧ ની આસપાસ છે. ૦.૯૫ની ઇ-વેલ્યુનો અર્થ થાય છે કે, પ્રત્યેક ૧૦૦ ચેપગ્રસ્ત લોકો સરેરાશ ૯૫ અન્ય વ્યક્તિઓને ચેપ લગાડે છે. જાે ઇ-મૂલ્ય એક કરતા ઓછું હોય, તો તેનો અર્થ એ છે કે, નવા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા અગાઉના સમયગાળામાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા કરતા ઓછી છે, એટલે કે રોગની સક્રિયતા ઓછી થઈ રહી છે. મેથેમેટિકલ સાયન્સિસ ઈન્સ્ટિટ્યૂટનાં સીતાભ્રા સિંહા જે ઇ-વેલ્યુનું વિશ્લેષણ કરનારી ટીમમાં છે તેમણે સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું હતું કે, ‘એવું લાગે છે કે, આવતા બે અઠવાડિયામાં આ સંક્રમણ વધુ રહેશે. ઉત્તર-પૂર્વમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે, જેમાં મોટાભાગના રાજ્યોમાં એક કરતા વધારે ઇ-વેલ્યુ છે. કેરળમાં સંક્રમણમાં વધારો થવાથી કેન્દ્રને ત્યાં અસરકારક કોવિડ-૧૯ વ્યવસ્થાપન માટે એક ટીમ મોકલવાની ફરજ પડી છે. ગુરૂવારે તેના પડોશી રાજ્ય કર્ણાટકમાં પણ કોવિડના કેસોમાં તીવ્ર વધારો થયો છે. દક્ષિણના આ રાજ્યમાં ૨૦૫૨ નવા કેસ નોંધાયા છે, જેની સંખ્યા બુધવારે ૧૫૩૧ ની હતી જે ૩૪ ટકા વધુ છે. રાજ્યની રાજધાની બેંગ્લુરૂમાં ઓછામાં ઓછા ૫૦૫ કેસ નોંધાયા છે. સરકારનો અંદાજ છે કે ૧.૩૫ અબજ વસ્તીમાંથી ૬૭.૬ ટકા લોકો પહેલાંથી જ કોરોના વાયરસ સામે એન્ટિબોડીઝ ધરાવે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં ૪૫.૫૫ કરોડથી વધુ લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.’ વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે, વિશ્વભરમાં લગભગ ૧૯૪ મિલિયન લોકો કોવિડ-૧૯થી પ્રભાવિત છે, તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા અઠવાડિયામાં આ ચેપ ૮ ટકા જેટલો વધ્યો છે. આ સમયગાફ્રા દરમ્યાન વૈશ્વિક સ્તરે કોરોના વાયરસથી થતાં મૃત્યુની સંખ્યામાં ૨૧ ટકાનો વધારો થયો છે અને ૬૯,૦૦૦ મૃત્યું પૈકી મોટાભાગના મૃત્યું અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં નોંધાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews