કેશોદ તાલુકાના ખીરસરા ગામે અતી જર્જરીત હાલતમાં પાણીની ટાંકી ઘણાં વર્ષોથી હોય જેને દુર કરવા ગ્રામ પંચાયત, ટીડીઓ તથા સાંસદ સહિતને રજૂઆત કરવામાં આવી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા ઢીલીનીતિ અપનાવી વર્ષો સુધી જર્જરીત પાણીની ટાંકી દુર કરવામાં ન આવતા ગઈકાલે બપોરે પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. પાણીની ટાંકી ધરાશાયી થતા બાજુમાં આવેલ દુધની ડેરીમાં તથા છકડો રીક્ષામાં નુકશાની થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જર્જરીત હાલતમાં ઉભેલી પાણીની ટાંકી પાસેથી રાહદારીઓ પસાર થતા હોય છે, બાજુમાં અવેડામાં મહીલાઓ કપડા ધોવા આવતી હોય છે તેમજ પશુઓને પાણી પાવા પણ માલધારીઓ જતા હોય છે. ત્યારે જાનહાનિ સર્જી શકે તેવી જાેખમકારક પાણીની ટાંકી વર્ષો સુધી દુર કરવામાં તંત્રએ ઢીલીનીતિ અપનાવી હોય જે બાબતે તંત્ર સામે ગ્રામજનોમાં રોષ જાેવા મળી રહ્યો છે. કદાચ દુર્ઘટના સર્જાઈ ત્યારે જાનહાનિ કે માલહાની થઇ હોત તો જવાબદાર કોણ ગણાત ? એવી પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે. પાણીની ટાંકી ધરાશયી થયાની જાણ થતા ખીરસરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ ઘટના સ્થળે પહોંચી નુકશાનીનો સર્વે કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, દુધની ડેરીમાં તથા છકડો રીક્ષા અને એક મોટરસાયકલમાં નુકશાની થયેલ છે. તેમજ બાજુમાં આવેલ ગોડાઉનમાં રહેલા ચણાના બસ્સો કટા પલળી ગયેલ છે અને વધુમાં જણાવ્યું હતું કે, વાસ્મો યોજના હેઠળ ૬૭ લાખના ખર્ચે પાણીની નવી ટાંકી બનાવવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews