દ્વારકામાં દ્વારકાધીશ મંદિરને ૭૫ સી.સી.ટી.વી. કેમેરાથી સુસજ્જ કરાશે

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં આવેલ દ્વારકાધીશ જગતમંદિરની સુરક્ષામાં વધારો કરવા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અધતન સુવિધા સાથેના ૭૫ સીસીટીવી કેમેરા મંજૂર કરાયા છે. દ્વારકાધીશ જગતમંદિરના ઇન્ચાર્જ ડીવાયએસપી સમીર શારડાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં જગતમંદિર ઉપર વિજળી પડવાના કારણે અમૂક કેમેરાને નુકશાની થઈ હતી જેને પૂર્નઃ ચાલું કરી દેવાયા છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અધતન સુવિધા સાથેના ૭૫ જેટલા સીસીટીવી કેમેરા મંજૂર કરતા જગતમંદિર તથા નજીકના તમામ વિસ્તારોને સીસીટીવી કેમેરા હેઠળ આવરી લેવામાં આવશે.

error: Content is protected !!