ગુજરાત સરકાર તેમજ પ્રવાસન વિભાગનાં અત્યંત મહત્વાકાંક્ષી અને સફળ રીતે જે પ્રોજેકટ શરૂ થયો હતો અને ખૂબ જ ટુંકાગાળામાં લાખો પ્રવાસીઓએ રોપ-વેની યાત્રા કરી અને ગીરનારની ટોચ ઉપર બીરાજતા અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લઈ રહ્યા છે અને પ્રવાસી જનતામાં ખૂબ જ આર્કષણનું કેન્દ્ર બનેલા ગીરનાર રોપ-વે સાનુકુળ હવામાન ન હોવાને કારણે તેમજ ભારે પવનને લીધે પાંચમાં દિવસે પણ બંધ રહેલ છે અને હજુ પણ બે-ત્રણ દિવસ હવામાનમાં કોઈ સુધારો નહી આવે તેવી શકયતા રહેલી છે. અને સાનુકુળ વાતાવરણ થશે ત્યારે રોપ-વે ફરીથી કાર્યરત થશે તેમ અધિકૃત રીતે જાણવા મળે છે. ગરવા ગીરનાર ખાતે એશિયાનો સોૈથી મોટો રોપ-વે એટલે ઉષા બ્રેકો કંપની દ્વારા બનાવવામાં આવેલ ગીરનાર રોપ-વે પ્રોજેકટને તા.ર૪ ઓકટોમ્બર ર૦ર૦નાં વડાપ્રધાનશ્રી દ્વારા કાર્યરત કરવામાં આવેલ હતો અને રોપ-વેનું ઉદ્દઘાટન થયા બાદ ખૂબ જ ટુંકાગાળામાં પ્રવાસી જનતામાં આર્કષણનું કેન્દ્ર બનેલ છે. સર્વશ્રેષ્ઠ કામગીરી માટે જાણીતી એવી ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ-વે પ્રોજેકટની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને સંચાલન તેમના વડપણ હેઠળ ચાલી રહ્યું છે. અહી આવનારા પ્રવાસીઓને પુરતી સુવિધા પ્રાપ્ત થાય તેમજ સોશ્યલ ડીસ્ટન્સ, સ્વચ્છતા તેમજ તમામ ક્ષેત્રે સારી સેવા મળી શકે તે માટે ઉષા બ્રેકો કંપનીનાં રોપ-વે પ્રોજેકટ હેડ દિપક કપલીસનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ રોપ-વે પરીસરમાં જૂનાગઢનાં હેડ એચ.એમ. પટેલ અને અધિકારી તેમજ સ્ટાફ ગણ દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે અને આ કંપનીને સ્વચ્છતાનાં ક્ષેત્રે તાજેતરમાં સર્ટીફિકેટ પણ એનાયત કરવામાં આવેલ છે અને પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાનાં હસ્તે તેની અનાવરણ વિધી પણ કરવામાં આવી હતી. દરમ્યાન ચોમાસાનાં દિવસો દરમ્યાન જૂનાગઢ શહેર અને ગીરનાર પર્વતને આબોહવાની અસર થઈ રહી છે અને ભારે પવન તેમજ સાનુકુળ વાતાવરણ ન હોવાને કારણે ગીરનાર રોપ-વે છેલ્લા ૪ દિવસથી બંધ છે, અને આજે સતત પાંચમાં દિવસે પણ ગીરનાર રોપ-વે બંધ રાખવાની ફરજ પડી છે. અહીં આવનારી પ્રવાસી જનતામાં રોપ-વે બંધ હોવાને કારણે નીરાશા જાેવા મળી રહી છે. ઉષા બ્રેકો કંપનીનાં ગુજરાતનાં હેડ દિપક કપલીસે જણાવ્યું હતું કે, સાનુકુળ વાતાવરણ અને પવનની ગતી ધીમી પડયા બાદ ગીરનાર રોપ-વે ફરી શરૂ કરી દેવામાં આવશે અને હજુ પણ ત્રણેક દિવસ સુધી હવામાન સ્વચ્છ રહેવાની શકયતા નથી જેથી પ્રવાસી જનતાએ તેની નોંધ લેવા પણ જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews