જૂનાગઢમાં રીમઝીમ વર્ષા, ‘હેલી’ની ચાતક નયને ‘રાહ’

0

જૂનાગઢ જીલ્લો તેમજ સૌરાષ્ટ્રનાં જુદા જુદા વિસ્તારોમાં હાલ મેઘાવી માહોલ અને વાદળછાયું વાતાવરણ રહે છે. દિવસ દરમ્યાન આકાશમાં વાદળો છવાયેલા રહે છે પરંતુ હળવાથી મધ્યમ વરસાદનાં ઝાપટા સિવાય જાેઈએ તેવો વરસાદ હજુ પડતો નથી. બીજી તરફ હવામાન વિભાગે વરસાદની ગાઈડલાઈન જાહેર કરી છે જે ૧પ ઓગષ્ટ બાદ છે તો ત્યાં સુધી વરાપનાં સમયમાં ખેતી કાર્ય આટોપી લેવા કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને અપિલ કરી છે. જૂનાગઢ જીલ્લામાં ગત અઠવાડીયે ૪ થી પ ઈંચ જેવો વરસાદ સરેરાશ નોંધાયો હતો અને આ વરસાદને કારણે એક દિવસ પુરતું વાતાવરણ વરસાદમય બની ગયું હતું એટલું જ નહી નદી-નાળા પણ છલકાઈ ગયા હતા અને જૂનાગઢ શહેરની વાત કહીએ તો ત્રણ-ત્રણ નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા અને લોકો આનંદથી ગરકાવ બની ગયા હતા. નદીઓમાં બીજા રાઉન્ડનાં વરસાદે જ ઘોડાપુર આવવું તે સારી નીશાની છે અને જેને લઈને રાહતનાં સમાચાર સર્વત્ર પ્રસરી ગયા હતા. લોકો વરસતા વરસાદમાં પણ પુરની રોનક નિહાળવા નદીઓમાં, ભવનાથ વિસ્તારમાં અને દુર દુર સુધી પરીવારજનો સાથે નીકળી ગયા હતા આ વરસાદનું છેલ્લું ચિત્ર જાેયા બાદ દરરોજને માટે સવાર, બપોર, સાંજ હળવાથી ભારે વરસાદનો દોર રહે છે આજે પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે ઝાપટા પડે છે અને લોકો વરસાદની ચાતક નયને રાહ જાેઈ રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!