એક તરફ મોંઘવારીનાં કપરા કાળમાં એક-એક પૈસાની કિંમત આજે થઈ રહી છે ત્યારે ગમે ત્યાંથી પૈસો એકઠો કરવાની લાલશા પણ થઈ રહી હોવાનાં કિસ્સા બહાર આવી રહ્યા છે. ત્યારે પ્રમાણીકતા પણ હજુ સચવાયેલી છે એવા કિસ્સાઓ પણ બહાર આવે છે. જૂનાગઢમાં આવો એક વધુ કિસ્સો પ્રમાણીકતાનો બહાર આવ્યો છે જેમાં અજીત ગેસમાં છકડો રીક્ષા લઈને ગેસનાં બાટલાની ડીલેવરી કરવા જતા રાકેશ પ્રવીણભાઈ કોટકનાં રૂા.૪૬ હજાર જેવી રકમ પડી ગઈ હતી અને આ રકમ કઈ જગ્યાએ પડી છે તે અંગે કોઈ જાણકારી ન હતી અને આ રકમ મળવાની પણ શકયતા નહીવત હતી તેવા સંજાેગોમાં રાકેશભાઈ કોટકનાં રૂા.૪૬ હજાર જેવી રકમ જૂનાગઢનાં હાજી અબરાર હાજી સલીમભાઈ અખલાકિયાને મળી હતી અને આ નેક વ્યકિતએ તપાસ કરતા આખરે મુળ માલિક એવા રાકેશભાઈ કોટકને આ રકમ પરત કરી અને પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews