ખંભાળિયામાં રઘુવંશી મહિલા મંડળ દ્વારા સમયાંતરે આવતા તહેવારોની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. સંસ્થા દ્વારા અહીંના સ્લમ વિસ્તારના લોકો માટે જુદી જુદી સેવાકીય પ્રવૃતિઓ તહેવારને અનુરૂપ કરવામાં આવે છે. દિવાસો એ સૌભાગ્યવતી સ્ત્રીઓનો તહેવાર છે. આ પ્રસંગે રઘુવંશી મહિલા મંડળ દ્વારા અહીંના ઘી ડેમ વિસ્તારમાં આવેલા સ્લમ વિસ્તારના એકસો જેટલા બહેનો સાથે આ દિવાસાનો પર્વ ઊજવવામાં આવ્યો હતો. ડેમ નજીક વસતા પરિવારોની મહિલાઓને દિવાસાના પારણા એટલે કે ભોજન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બહેનોને સાડી પણ આપવામા આવી હતી. રઘુવંશી મહિલા મંડળના સદસ્યો દ્વારા આ સેવાકીય કાર્યો માટે સહયોગ સાંપડ્યો હતો. જેના ફળસ્વરૂપે આ સેવા પ્રવૃત્તિને સફળતા મળી હતી. આ સમગ્ર પ્રોજેક્ટ માટે જેમિનીબેન મોટાણી તથા તેમની કારોબારી ટીમના સદસ્યો સાથે જાેડાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews