પાક જેલમાંથી ભારતીય માછીમારોને મુકત કરવા તેમનાં પરિવારની સરકારને દર્દભરી અરજ

0

સોૈરાષ્ટ્રનાં ઓખા બેટ દ્વારકા દરિયાકિનારા ઉપર માછીમારી ઉદ્યોગથી લાખો લોકો રોજગારી મેળવે છે. અહીંથી પાકિસ્તાની જળસીમા નજીક હોવાથી માછીમારો પાક વિસ્તારમાં ચાલ્યા જવાથી પાક સિકયોરીટીનાં હાથે બંદી બને છે. અત્યારે પ૮૮ જેટલા માછીમારો અને ૧ર૦૦ જેટલી બોટો પાક જેલમાં કેદ છે. ર૦૧પમાં પ૭ બોટો મુકત કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ બોટ મુકત થઈ નથી. ૧૪ ઓગસ્ટ પાક માટે અને ૧પ ઓગસ્ટ ભારત માટે મહત્વની છે. કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે બેટ દરિયા ખેડૂ ફિશિંગ બોટ એસોસિએશન દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીની કચેરીએ માછીમારી પરિવાર દ્વારા દર્દભરી અરજ કરી પોતાનાં પરિવારનાં સભ્યોને પાક જેલમાંથી છોડાવવા સરકારને અપીલ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!