જૂનાગઢ મયારામદાસજી આશ્રમ ખાતે કુમાર છાત્રાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

0

મહર્ષિ ગુરૂકુળ બ્રહ્મચર્યાશ્રમ ગિરનાર રોડ જૂનાગઢ ખાતે આવેલ મયારામદાસજી આશ્રમ ખાતે મહર્ષી ગુરૂકુળ બ્રહ્મચર્યાશ્રમ તથા દાતા માતા કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરતનાં સહયોગથી વૈદાંતાચાર્ય પૂ. આભિરામદાસજી બાપુ કુમાર છાત્રાલયનાં નવનિર્માણ લોકાર્પણનો કાર્યક્રમ તા. ર૭-૮-ર૧ને શુક્રવારનાં રોજ સવારે ૯.૩૦ કલાકે યોજાનાર છે.  આ તકે સમારંભનાં અધ્યક્ષ તરીકે કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ઉપસ્થિત રહેશે. તેમજ સમારંભનાં ઉદઘાટક તરીકે ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, ગિરીશભાઈ કોટેચા, પ્રવિણભાઈ ગોટી, કિરીટભાઈ પટેલ, ધીરૂભાઈ ગોહેલ, લવજીભાઈ ગોટી ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મહંત તનસુખગીરી બાપુ, મહાદેવભારતી બાપુ, સ્વામીશ્રી ભગીરથદાસજી, શેરનાથ બાપુ, હરીહરાનંદ બાપુ, રામદાસજી મહારાજ આર્શિવચન પાઠવવા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મહંત અભિરામદાસજી ગુરૂ મયારામદાસજી અને મહંત રામનારાયણદાસજી ગુરૂ જર્નાદનદાસજી તથા ટ્રસ્ટી મંડળ જૂનાગઢ અને કર્મયોગી પરીવાર સુરત દ્વારા અનેકવિધ સંતો-મહંતો અને અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!