જન્માષ્ટમીના તહેવારોની ઉજવણીમાં ‘મોંઘવારી’ બનશે નડતરરૂપ

0

રક્ષાબંધન પર્વની સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી સંપન્ન થઈ છે અને હવે સાતમ-આઠમના તહેવારોની ઉજવણીનો માહોલ સર્જાયો છે પરંતુ આ વર્ષે તહેવારોમાં આસમાને પહોંચેલા ભાવોનું ગ્રહણ નડી શકે છે તેમ મીઠાઈ, ફરસાણના વેપારીઓ પોતાની મુંઝવણ વ્યકત કરી રહયા છે. સાતમ-આઠમના તહેવારો આડે હવે ગણત્રીના જ દિવસો બાકી રહયા છે અને બોળ ચોથથી ઉજવણીનો પ્રારંભ થતો હોય છે.  ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું આગવું અને અનેરૂં મહત્વ છે. દરેક તહેવારો પોત-પોતાની રીતે લોકમાનસમાં છવાયેલા છે. ત્યારે આગામી સાતમ-આઠમના તહેવારની પણ પરંપરાગત ઉજવણી થવાની છે. સાતમ-આઠમના તહેવાર ઉપર ખાસ કરીને મીઠાઈ, ફરસાણની પણ ખુબજ ખરીદી રહેતી હોય છે. લોકો રાંધણ છઠ્ઠથી જ ઘરે-ઘરે ફરસાણ અને મીઠાઈ બનાવવાનું શરૂ કરી દેતા હોય છે. સેવ, ગાઠીયા, ફાફડા, વાનવા, ચવાણું, ચોરાફળી,  ચેવડો, મીઠાઈમાં લાડવા, મોહનથાળ, બરફી સહિતની ચીજવસ્તુઓ બનાવતા હોય છે. આ તહેવારોની સાચી ઉજવણીનો પ્રારંભ બોળચોથના દિવસથી થતો હોય છે. આ દિવસે ગાય માતાના પૂજન સાથે તહેવારની ઉજવણી થતી હોય છે. ત્યારબાદ નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શિતળા સાતમ અને જન્માષ્ટમીના પર્વને મનાવવામાં આવે છે. સતત પાંચ દિવસ સુધી આ તહેવારની ઉજવણી થતી હોય છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના સંક્રમણકાળની વચ્ચે ફસાયેલું જનમાનસ હવે ધીમે ધીમે ભયરહીત થતું જાય છે. જૂનાગઢ શહેર તથા ગુજરાતભરમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહયો છે. અને શ્રાવણ માસના પ્રારંભ સાથે ભગવાન શિવજીની પૂજન-અર્ચન સાથે તહેવારોની ઉજવણીનો માહોલ પણ શરૂ થઈ ચુકયો છે. અત્યારના સમયમાં કોરોનાનો ડર દુર થયો છે પરંતુ લોકોને મોંઘવારીનો માર એટલો જ સતાવી રહયો છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસના સતત વધી રહેલા ભાવો, જીવન જરૂરીયાતની ચીજવસ્તુના આસમાને પહોંચેલા ભાવો, સીંગતેલ, કપાસીયા તેલ સહિતના ભાવો પણ ખુબજ ઉંચા જઈ રહયા છે અને જેને કારણે ફરસાણ, મીઠાઈ ઉપર પણ તેની અસર પડે તેમ છે. વિવિધ પ્રકારના ફરસાણનાં કિલોએ ૧પ૦થી ૪૦૦ રૂપિયા સુધીના ભાવો છે જયારે મીઠાઈમાં ૧૬૦ થી પ૦૦ સુધીના ભાવો રહયા છે. આ ભાવો જૂનાગઢ શહેરના છે જયારે અન્ય શહેરોમાં ભાવોમાં ફેરફાર છે. તહેવારોને લઈને દર વર્ષે ફરસાણ અને મીઠાઈની દુકાનોએ મંડપ બાંધીને વેંચાણ પ્રક્રિયા શરૂ થતી હોય છે. આ વર્ષે પણ ફરસાણ અને મીઠાઈના વેપારીઓ દ્વારા અત્યારથીજ જુદી જુદી વેરાયટીઓ બનાવવાનું શરૂ કરી દેવામાં આવેલ છે. મંડપો પણ બાંધવામાં આવી રહયા છે અને ફરસાણ તેમજ મીઠાઈની આઈટમોનંુ હાટ ભરાવવાનું છે પરંતુ એકતરફ મોંઘવારીનો માર અને બીજીતરફ વરસાદ ખેંચાતા ચિંતામાં વધારો થયો છે. આ ઉપરાંત ખાણી-પીણી અને થોડી ઘણી વસ્ત્રો, બૂટ -ચપ્પલ, શૃંગાર તેમજ શ્રાવણ માસ ચાલી રહયો હોય જેથી ઉપવાસ, એકટાણા થતા હોય શાકભાજીની માર્કેટમાં પણ તેજી છે. બટેટાની ખરીદી થતી હોય છે અને ફરાળી આઈટમોની વધારે ખરીદી રહે છે તો બીજી તરફ નાના માણસો ખાસ કરીને મજુરી કામ કરતા લોકો માટે તો આર્થિક સંકટ સતત ઘેરૂ બની રહયું છે. મોંઘવારી, કોરોના, વરસાદ ખેંચાવવો અને ફરસાણ અને મીઠાઈના વધતા જતા ભાવોની અસર આ વર્ષે સાતમ-આઠમના તહેવારો ઉપર પણ પડે તેવી શકયતા નકારી શકાતી નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!