કોરોનાની વિદાય વચ્ચે ગઈકાલે શ્રાવણ સુદ એકમને ત્રીજા સોમવારે પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભાવિકોની ભીડ જમેલી જાેવા મળેલ અને સાંજ સુધીમાં અંદાજે ત્રીસેક હજાર ભાવિકોએ શીશ ઝુકાવી પુણ્યનું ભાથુ બાંધેલ હતુ. ગઈકાલે સાંજે સોમનાથ મહાદેવને પ્રિય એવા એક લાખ રૂદ્રાશનો અદભુત શણગાર કરવામાં આવેલ હતો. જયારે રાજયમંત્રી ઘર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના શિવભકતો દ્વારા મહાદેવને કુલ ૧૫ ધ્વજાપૂજા અને ૭ તત્કાલ મહાપૂજા કરવામાં આવેલ હતી. દિવસભર મંદિરે ઉમટી રહેલ ભાવિકોની ભીડના જય સોમનાથના સતત ગુંજતા નાદથી પરીસરનું વાતાવરણ શિવમય બની ગયુ હતુ. ગઈકાલે શ્રાવણ માસના ત્રીજા સોમવારના દિવસે વહેલી સવારથી સોમનાથ મંદિરે આવનાર ભાવિકો કોરોનાની ગાઇડલાઇન મુજબ પ્રથમ પાસ કઢાવ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સના રાઉન્ડ મુજબ કતારબંધ લાઇન ઉપર ચાલી શીશ ઝુકાવી પુણ્યનું ભાથું બાંધતા નજરે પડતા હતા. ગઈકાલે સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવેલ હતા. જ્યારે સાડા છ કલાકે પ્રાપ્ત મહાપુજન- આરતી કરાયા બાદ મહાદેવને વિવિધ પુષ્પો બિલ્વપત્રોનો શૃંગાર કરવામાં આવ્યા હતા. આ સમયે ભાવિકોના હર હર મહાદેવ અને ૐ નમઃ શિવાયના સતત થઈ રહેલા નાદથી મંદિર પરીસર શિવમય બની ગયું હતું. પોણા આઠ વાગ્યે સવા લક્ષ બિલ્વપૂજાનો, નવ વાગ્યે યાત્રીકો દ્વારા નોંધાવેલ રૂદ્રપાઠ, મૃત્યુંજય પાઠ, સવારે અગીયાર વાગ્યાથી મધ્યાહન મહાપુજા મહાદુર્ગધાભિષેક કર્યા બાદ મધ્યહાન આરતી કરવામાં આવી હતી. જ્યારે સાંજે મહાદેવને પ્રિય એવા એક લાખ રૂદ્રાશના પારાનો અદભુત શણગાર કરવામાં આવેલ જેના દર્શન કરી ભકતો ભાવવિભોર બની ગયા હતા. સાંજે સાત વાગ્યેક સાંય આરતી કરવામાં આવી હતી. ગઈકાલે સવારે ૪ થી સાંજે ૬ વાગ્યા દરમ્યાન અંદાજે ૩૦ હજારથી વધુ ભાવિકોએ મહાદેવને શીશ ઝુકાવેલ હતું. જયારે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પરીવાર સાથે મહાદેવના દર્શનાર્થે પધારેલ હતા. તેમણે પરીવારજનો સાથે મહાદેવની ધ્વજાપૂજા અને તત્કાલ મહાપૂજા કરી રાજયવાસીઓની સમૃધ્ધી અને સારા સ્વસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ગઈકાલે શિવભકતો દ્વારા સોમનાથ મહાદેવને ૧૫ ધ્વજા ચડાવેલ અને ૭ તત્કાલ મહાપૂજા કરવામાં આવી હતી. દર વર્ષે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ મહાદેવને શીશ ઝુકાવા આવતા જાેવા મળે છે. જેમાં ઘણા બધા ભાવિકો પગપાળા વહેલી સવારથી સોમનાથ પહોંચે છે. જે મુજબ ગઈકાલ સવારથી સોમનાથ મંદિરે પંથકના આસપાસના ગામો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તો પગપાળા સોમનાથ આવતા જાેવા મળ્યા હતા. આ પગપાળા આવતા ભક્તો રવિવારની મોડી રાત્રીના જ પોતાના ગામોમાંથી ગ્રૂપમાં એકી સાથે ચાલીને પદયાત્રા સ્વરૂપે નીકળી સોમવારની વહેલી સવારે સોમનાથ મંદિરએ પહોંચી જાય છે. આ પગપાળા આવતા ભાવિકો માટે પંથકના સોમનાથ પહોંચવાના તમામ માર્ગો ઉપર સ્વયંસેવકોના અનેક ગ્રૂપ અને મિત્ર મંડળ દ્વારા ચા-પાણી, ઠંડા અને ફરાળના સ્ટોલ ઉભા કરી સેવા કરવા ધમધમે છે. જે રાત્રીના પણ ધમધમતા જાેવા મળ્યા હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews