જૂનાગઢમાં લોખંડનાં વેપારી પાસેથી ખીલાસળીની ખરીદી કરી ધૂંબો મારનારા બે શખ્સને પોલીસે ઝડપી લીધા છે. બંનેની પુછપરછમાં વધુ ર નામ ખુલ્યા છે. જૂનાગઢનાં લોખંડનાં બે વેપારી યોગેશભાઈ જમનભાઈ ખીચડીયા અને મહેશભાઈ ધોરાજીયા પાસેથી કુલ રૂા.૩,ર૯,૧૩પની લોખંડની ખીલાસળી બારોબાર ઓળવી જવાનાં ગુના નોંધાયા હતા. જેનાં આરોપીઓને ઝડપી લેવા એસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ સૂચના આપી હતી. દરમ્યાન ગત તા.ર૧ ઓગસ્ટે સી ડીવીઝન પોલીસનાં ઈન્દ્રજીતસિંહ અને આઝાદસિંહે બાતમીનાં આધારે ટીંબાવાડી પાસેથી ખીલાસળી ભરેલો એક ટ્રક રોકી તપાસ કરી બે શખ્સોની પૂછપરછ કરતા તેઓએ વંથલી રોડ યાર્ડ પાસેની, ખલીલપુર ચોકડી પાસે રોડ ઉપરથી અને માળિયાળા ગામ સ્મશાન પાસે રોડ ઉપરથી શૈલેષભાઈ છગનભાઈ પટેલ અને મહેશ પટેલનાં કહેવાથી ભર્યાનું જણાવ્યું હતું. બંનેએ પોતાનાં નામો અરજણભાઈ રત્નાભાઈ પરમાર અને કનૈયાલાલ મેઘજીભાઈ પિત્રોડા(રહે.બંને ગોંડલ) હોવાનું કહ્યું હતું. વધુમાં શૈલેષ અને મહેશ બંને સ્થાનિક વેપારીઓને શીશામાં ઉતારી તેમની મારફત લોખંડની ખીલાસળી ઉધારમાં લઈ રૂપિયા ચૂકવતા ન હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે બંનેની અટક કરી હતી. અને ટ્રક અને ખીલાસળી મળી કુલ રૂા.૯,૮૪,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંનેની પૂછપરછમાં શૈલેષ સામે જૂનાગઢ, સુરત, જેતપુર, ભાવનગર, પોરબંદર અને વડોદરામાં ગુના નોંધાયાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews