વેરાવળ બંદરમાં ચાર પરપ્રાંતીય માછીમાર મજૂરોએ પફર ફીશ ખાધા બાદ સને ૨૦૨૦માં તેઓને ફૂડ પોઇઝનીંગ થયું હતું. જે પૈકીના એકનું મોત થયું હતું. જેના પગલે વેરાવળ બંદર ખાતે કાર્યરત કેન્દ્ર સરકારના એકમ એવા સેન્ટ્રલ ઈન્સ્ટીટયુટ ઓફ ફિશરીઝ રીસર્ચ (સીઆઇએફટી) સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા પફર ફીશ નામની માછલીમાં રહેલ ઝેરના કારણે થયેલ મૃત્યુના કેસમાં રિસર્ચ કરેલ છે. જેને આંતરરાષ્ટ્રીય ફોરમ દ્વારા માન્યતા અપાય છે. ત્યારે પફર ફીશ જે ખાદ્ય હોવાથી કઇ રીતે પકાવીને ખાઇ શકાય તે માટે સીઆઇએફટી સંસ્થા દ્વારા એડવાઇઝરી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૈ તૈયાર થઇ ગયા બાદ સંસ્થા દ્વારા માછીમાર સમાજના લોકોને પફર ફીશ અંગે જાગૃત કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે. પફર ફીશ રાજયના અરબી સમુદ્રમાં અને તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરીયાઇ વિસ્તારમાં પુષ્કળ માત્રામાં જાેવા મળે છે. ત્યારે આ પફર ફીશ ઉપર કરાયેલ રીસર્ચ અંગે સીઆઇએફટી સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો.ડો.આશિષ ઝાએ એક વાતચીતમાં જણાવેલ કે, સને૨૦૨૦ ના મે મહિનામાં વેરાવળ બંદર ખાતે ૪ પરપ્રાંતિય માછીમાર મજુરોએ પફર ફીશ ખાધી હતી. બાદમાં ચારેયને હેવી ફૂડ-પોઇઝનીંગ થયું હતું. જે પૈકીના એક મજૂરનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. જેમાં શંકા ઉપજતા પોલીસ દ્વારા સીઆઇએફટી સંસ્થાનો સંપર્ક કર્યો હતો. ત્યારે તત્કાલીન મુખ્ય વૈજ્ઞાનિક ટોમ જાેસેફની અધ્યક્ષતામાં સંશોધન વૈજ્ઞાનિક ડો.અનુપમા ટીકે સહિતની ટીમે આ મુદે મહિનાઓ સુધી રિસર્ચ કરીને પફર ફીશ પોઇઝનીંગનો ભારતનો પહેલો બનાવ સાબીત કર્યો હતો. વધુમાં ડો. ઝા એ કહેલ કે, આ રીસર્ચ કરી રહેલ મહિલા વૈજ્ઞાનિકો સહિતનાએ પોલીસ અને તબીબોને રૂબરૂ મળી તેઓ પાસેથી માછીમાર મજૂરોના મૃત્યું અને સારવાર અંગેની સંપૂર્ણ કેસ હિસ્ટ્રી એકઠી કરી હતી. જે પફર ફીશ ખાઈને પોઇઝનીંગ થયું હતું. એના અંશો લઈને તેનું ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો અને અંદાજે એક વર્ષના રીસર્ચ બાદ પૂરતા રાસાયણીક પુરાવાઓ સાથે સાબિત કર્યું હતું કે, પફર ફીશ ખાદ્ય હોવા છતાં તેને યોગ્ય રીતે ન પકવવામાં આવતા તેના ગંભીર અને જીવલેણ પરીણામો આવી શકે છે. પફર ફીશની કિડની સહિતના ભાગોમાંથી નીકળતું ટેટ્રાઓડોટોક્સિન જીવલેણ હોય છે. જે એટલું સક્રિય હોય છે કે આ ફીશને રાંધ્યા બાદ પણ તેનો નાશ થતો નથી તેવું રીસર્ચમાં સ્પષ્ટ થયુ હતું. આ રીસર્ચ કરનાર ડો.અનુપમા ટીકેએ જણાવેલ કે, જાપાન સહિતના દેશોમાં પફર ફીશ કુક કરવા માટેના અલગથી કોર્ષ બનાવી જાણકારી આપવામાં આવે છે. જેથી આ માછલી પકાવ્યા બાદ તેમાં ઝેર ન વ્યાપે અને માછલીના કારણે કોઈ વ્યકિતનું મૃત્યું ન થાય. આ રીસર્ચને આંતરરાષ્ટ્રીય ફોરમ દ્વારા માન્યતા અપાય છે. જેથી પફર ફીશ જે ખાદ્ય હોવાથી કઇ રીતે પકાવીને ખાઇ શકાય તે માટે સીઆઇએફટી સંસ્થા દ્વારા એડવાઇઝરી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ એડવાઇઝરી સ્થાનીક માછીમાર સમાજના લોકો સરળતાથી સમજી શકે તે માટે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં બનાવવામાં આવશે. જૈ તૈયાર થઇ ગયા બાદ સંસ્થા દ્વારા માછીમાર સમાજના લોકોને પફર ફીશ પકવવા અને ખાવા અંગે જાગૃત કરવામાં આવશે તેવું જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews