ગીર સોમનાથ જીલ્લાના ધામળેજથી કાચબાની ઢાલ અને શિકાર કરવાના ઘાતક હથિયારો સાથે ચાર શિકારીઓને ગ્રામજનોએ શંકાના આધારે ઝડપી પાડયા

0

વેરાવળ રેન્જ હેઠળના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામ નજીકથી વન્યપ્રાણી કાચબાની ઢાલ સાથે ત્રણ શિકારીઓને વનવિભાગે ઝડપી પાડયા છે. આ શિકારીઓના કબ્જામાંથી અન્ય વન્યપ્રાણીઓને ફસાવવા માટે ઉપયોગમાં લેવાતા ફાંસલા અને ઘાતક હથીયારો પણ જપ્ત કરાયા હતા. જે મામલે ચાલી રહેલ તપાસ દરમ્યાન વધુ એક શિકારીને વન વિભાગે ઝડપી લીધો હતો. હાલ વનવિભાગે સંભવિત સક્રીય શિકારી ગેંગ હોવાની દિશામાં તપાસ શરૂ કરી છે. ગીર સોમનાથ જીલ્લામાં વન્ય પ્રાણીઓના શિકાર થતા હોવાની ચર્ચાઓ વચ્ચેે વન વિભાગે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. દરમ્યાન જીલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ શિકારીઓને ગ્રામજનોએ શંકાના આધારે ઝડપી લીધા હતા. જે અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.ડી. ગળચરે જણાવેલ કે, ધામળેજ ગામના સ્થાનીક લોકો દ્વારા ત્રણ વ્યક્તીઓને પ્રાણીઓનો શિકાર કરેલ હોવાની શંકાના આધારે ઝડપી લીધા હતા. સ્થાનીકોએ તપાસ કરતા આ શંકાસ્પદ જણાતા ચારેય શખ્સો  પાસેથી એક મૃત કાચબાની ઢાલ તથા વન્ય પ્રાણીઓને શિકાર માટે ફસાવવાના બે ફાંસલા સહીત છરી, ચપ્પા, દાતરડા, દોરી સહિતના ઘાતક હથીયારો મળી આવ્યા હતા. જેથી આ મામલાની ગંભીરતા સમજીને સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી. જેના પગલે વેરાવળ રેન્જ અને સુત્રાપાડા વનવિભાગનો સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો. સ્થાનીકોએ આ ત્રણેય શંકમદ શખ્સોને વન વિભાગના સ્ટાફને સોંપેલ હતા. બાદમાં ત્રણેયની તલાશી લેતા તેઓ પાસેથી મૃત કાચબાની ઢાલ મળી આવી હતી. જેથી વનવિભાગના સ્ટાફે  લાલુ વાઘેલા – રહે.કોડીનાર,  વરજાંગ પરમાર રહે.ધામળેજ, કનુ સોલંકી રહે.ધામળેજને ત્રણેય શંકમદ શિકારીઓની કાયદેસરની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ બનાવમાં ચોથા આરોપી તરીકે પાછળથી હરસુખ પરમાર રહે.ધામળેજ વાળા હોવાનું સામે આવતા તેને પણ વનવિભાગે ઝડપી લીધો છે. અત્રે નોંધનીય છે કે, થોડા સમય અગાઉ પણ સુત્રાપાડા પંથકમાંથી શિકારી ગેંગના સભ્યો પકડાયા હતા. આ વિસ્તારમાંથી પ્રાણીઓના શિકાર કરી મૃતદેહો સાથે શિકારીઓ છાશવારે ઝડપાય રહયા છે. જે સુત્રાપાડા વિસ્તારમાં શિકારીઓ બેખોફ રીતે શિકારી પ્રવૃતિઓ કરતા હોવાની વારંવાર થઇ રહેલ ચર્ચાને સાબિતી સમાન હોવાનું જાણકારો જણાવી રહયા છે. ત્યારે સુત્રાપાડા પંથક વિસ્તારમાં વન વિભાગે ખાસ ડ્રાઇવ ચલાવી શિકારીઓને ઝડપી લઇ વન્યપ્રાણીઓને બચાવી લેવા જાેઇએ તેવી પ્રાણીપ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!