ગુજરાત રાજ્યમાં ધોરણ-૯ના વર્ગો માટે ગતવર્ષનો પરિપત્રનો અમલ ચાલુ રાખવા માટે સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હજુ ઘણા વિદ્યાર્થીઓ વતનમાંથી પરત ફર્યા ન હોવાથી વર્ગોમાં પુરતી સંખ્યા થતી ન હોવાથી ગતવર્ષના પરિપત્રનો અમલ કરવા માંગણી કરી છે. જાે, એમ નહીં થાય તો રાજ્યના ૧૦૦ જેટલા વર્ગો બંધ કરવાની ફરજ પડશે અને ૧૫૦થી ૨૦૦ જેટલા શિક્ષકોને છુટા કરવા પડશે. સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, રાજ્યમાંં ઉનાળુ વેકેશન પુર્ણ થયા બાદ શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ હાજર થયો અને ત્યારબાદ તબક્કાવાર ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું હતું. રાજ્યમાં કોવિડ ગાઈડલાઈન અનુસાર ૫૦ ટકા વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવે છે. કોવિડ- ૧૯ અને લોકડાઉન તથા સામુહિક સ્થળાંતરની મોટી અસર નોકરી અને ધંધા ઉપર સામાજિક તથા આર્થિક રીતે વધુ પડી હોય તેમ શાળા સંચાલકો અનુભવી રહ્યા છે. રાજ્ય બહારથી ગુજરાતમાં આવીને મજુરી માટે સ્થાયી થયેલા લોકોનો મોટો સમુહ ખુબ જ તકલીફ વેઠીને પોતાના સંતાનો સાથે પોતાના રાજ્યમાં પરત ગયા હતા. આવા લોકો પોતાના સંતાનોને હજુ વતનમાં રાખીને મજુરી અર્થે ગુજરાતમાં આવ્યા છે, પરંતુ બાળકોને સાથે લાવ્યા નથી. જેની પાછળનું મુખ્ય કારણ કોરોનાની ત્રીજી લહેર કે જે બાળકોને અસર કરનાર છે તે છે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-૮ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી ધોરણ-૯માં મોકલવામાં આવ્યા છે. જાેકે, આ વિદ્યાર્થીઓ પૈકી ૩૦થી ૪૦ ટકા વાલીઓએ હજુ પોતાના બાળકોના લિવિંગ સર્ટિફીકેટ કઢાવ્યા નથી. ફી ભરવા માટે નાણાંકીય વ્યવસ્થા ન થઈ શકવાથી તથા કોરોનાના ડરથી હજી પણ વાલીઓએ ધોરણ- ૯માં પોતાના બાળકોનો પ્રવેશ લીધો નથી. ધોરણ-૯માં એક વર્ગવાળી શાળામાં હજુ જરૂરી રજિસ્ટર્ડ સંખ્યા પણ નોંધાયેલી નથી અને જ્યાં બે કે વધુ ધોરણ-૯ના વર્ગો છે ત્યાં પણ પરિસ્થિતી ખુબ જ ચિંતાજનક હોવાનું સંચાલક મંડળે જણાવ્યું હતું. નિયામકની કચેરીની સુચના અનુસાર, ૩૧ ઓગસ્ટ, ૨૦૨૧ પહેલા માન્ય વર્ગોમાં રજિસ્ટર્ડ વિદ્યાર્થી સંખ્યા ન હોય તો તેવા વર્ગો બંધ કરવાની લેખિત દરખાસ્ત કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કર્યો છે. ૨૦૨૦-૨૧ના વર્ષમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કરેલા પરિપત્ર મુજબ ધોરણ- ૯નો એક વર્ગ હોય તો ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ વિદ્યાર્થી અને શહેરી વિસ્તાર હોય તો ૨૩ વિદ્યાર્થીની જાેગવાઈ તથા બે વગ્ર હોય ત્યાં ૪૫ ૧૮ વિદ્યાર્થી ગ્રામ્ય માટે અને ૪૫ ૨૩ શહેરી વિસ્તાર માટે ચાલુ શૈક્ષણિક વર્ષ માટે કરવી ખુબ જ આવશ્યક જણાય છે. ગતવર્ષના પરિપત્રને ધોરણ-૯ માટે જ ચાલુ રાખવા માટે સંચાલક મંડળ દ્વારા વિનંતી કરવામાં આવી છે. જાે, આમ નહીં થાય તો અંદાજે ૧૦૦થી વધુ વર્ગો ધોરણ-૯ના ૩૩ જિલ્લા અ ૬ મહાનગરોમાં બંધ થાય તેની સામે એક વર્ગના ૧.૫ શિક્ષકનો રેશિયો ગણતા અંદાજે ૧૫૦થી ૨૦૦ શિક્ષકો જેમને નોકરીનું રક્ષણ નથી તેમને છુટા કરવાનો પ્રશ્ન થાય છે. જેથી ધોરણ-૯ માટે ગતવર્ષના પરિપત્રને જ ચાલુ રાખવા માટે સંચાલક મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews