ગુજરાત રાજ્યમાં મંગળવારે યોજાયેલી શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થયો હોવાનું સામે આવ્યું છે. સરકારી દાવા મુજબ ૫૭ હજાર જેટલા શિક્ષકો સર્વેક્ષણમાં જાેડાયા હતા. જ્યારે શૈક્ષિક સંઘના દાવા ૩૦ હજાર શિક્ષકો પણ સર્વેક્ષણમાં જાેડાયા ન હતા. આમ, બંને દાવા મુજબ સર્વેક્ષણ નિષ્ફળ રહ્યું હોવાનું જણાઈ આવે છે. સમગ્ર રાજ્યમાં ૧.૯૨ લાખ જેટલા પ્રાથમિક શિક્ષકો આવેલા છે. જાેકે, સરકારના દાવા પ્રમાણે સર્વેક્ષણ માટે ૧.૫૧ લાખ શિક્ષકો લાયક હતા અને તે પૈકી ૩૭ ટકા શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. જ્યારે સંઘના દાવા મુજબ ૧.૯૨ લાખ શિક્ષકોમાંથી ૧૫ ટકા શિક્ષકોએ જ ભાગ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે મંગળવારે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજવાનો ર્નિણય લેવાયો હતો. આ ર્નિણય સાથે સમગ્ર રાજ્યમાં શિક્ષકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ સર્વેક્ષણને શિક્ષકોના અપમાન સમાન ગણાવી સર્વેક્ષણ રદ કરવા માટે રજૂઆત કરી હતી. પરંતુ સરકાર સર્વેક્ષણ લેવા મક્કમ હોવાથી અંતે સંઘ દ્વારા સર્વેક્ષણનો બહિષ્કાર કરવાનો ર્નિણય લીધો હતો. આમ, શિક્ષક સજ્જતા સર્વેક્ષણ એ સરકારના શિક્ષણ વિભાગ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વચ્ચે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની હતી. દરમ્યાન મંગળવારે બપોરે શરૂ થયેલા સર્વેક્ષણમાં મોટાભાગના જિલ્લાઓમાં શિક્ષકો સર્વેક્ષણમાં ભાગ લેવા માટે પહોંચ્યા ન હતા. સરકારે આ સર્વેક્ષણ મરજિયાત રાખ્યું હોવા છથાં સંઘના વિરોધના પગલે અનેક શિક્ષકો આ સર્વેક્ષણથી દુર રહ્યા હતા. રાજ્યના મોટા શહેરોમાં તો અનેક સર્વેક્ષણ સેન્ટરો ઉપર એક પણ શિક્ષક હાજર રહ્યો ન હોવાનું ચિત્ર સામે આવ્યું હતું. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ખુબ જ ઓછી સંખ્યામાં શિક્ષકો સર્વેક્ષણ માટે હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. આમ, એકંદરે સર્વેક્ષણનો ફિયાસ્કો થયો હોવાનું જાણવા મળે છે. સરકારના દાવા મુજબ, સર્વેક્ષણ માટે ૧.૫૧ લાખ જેટલા શિક્ષકો લાયક હતા, જેમાંથી ૩૭ ટકા શિક્ષકો એટલે કે ૫૭ હજાર જેટલા શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો છે. પ્રાથમિક શિક્ષકો પૈકી CRC કોઓર્ડિનેટર્સ, દિવ્યાંગ શિક્ષકો, સ્કૂલ ઇન્સ્પેક્ટર વગેરેને સર્વેક્ષણમાં જાેડવામાં આવ્યા ન હતા. નવસારી જિલ્લામાં ૭૮% જેટલા શિક્ષકો આ સર્વેક્ષણમાં જાેડાયા હતા. વિજયનગર તાલુકામાં ૯૯% શિક્ષકો આ સર્વેક્ષણમાં જાેડાયા હતા. જ્યારે સામે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના દાવા મુજબ સમગ્ર રાજ્યમાંથી ૧.૯૨ લાખ જેટલા શિક્ષકો પૈકી સર્વેક્ષણમાં ૩૦ હજાર જેટલા શિક્ષકો પણ સર્વેક્ષણમાં જાેડાયા ન હતા. આમ, સમગ્ર રાજ્યમાં ૮૫ ટકા જેટલા શિક્ષકોએ સર્વેક્ષણથી દુર રહીનો પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. સર્વેક્ષણ એ એક રીતે પરીક્ષા હોવાથી શિક્ષકોના અપમાન સમાન સર્વેક્ષણથી શિક્ષકો અગળા રહ્યા હતા. આમ, સર્વેક્ષણનો ફિયાસ્કો થયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews