ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની સજ્જતા ચકાસવા મોટા ઉપાડે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ(કસોટી) યોજવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ શિક્ષકોના સંઘ દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવતા સરકાર રાજયભરના શિક્ષકોનું સર્વેક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે. તેમ છતાં પણ સરકાર તરફથી મરજિયાત સર્વેક્ષણ હોવા છતાં પ૭ હજાર શિક્ષકો સર્વેક્ષણમાં જાેડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું કે, ભારતના કોઈપણ રાજ્યમાં આટલા મોટા સ્કેલ ઉપર આવું સર્વેક્ષણ અગાઉ કદી પણ થયું નથી. ગુજરાત સરકાર દ્વારા થયેલ આ સર્વેક્ષણ દેશનું સૌથી પહેલું અને સૌથી મોટું છે. વધુ વિગતો આપતા શિક્ષણ સચિવ વિનાદ રાવે જણાવ્યું કે, આ સર્વેક્ષણના વૈજ્ઞાનિક પૃથક્કરણ દ્વારા આગામી તાલીમનું આયોજન એકદમ ધ્યેયલક્ષી રીતે થશે. તમામ જ શિક્ષકોને એકસમાન તાલીમ આપવામાં ક્યારેક જરૂરિયાત ન હોય તેવા વિષયની તાલીમ પણ શિક્ષકોએ લેવી પડતી હોય છે. એના બદલે આ ડેટાના આધારે જે તે શિક્ષક માટે જરૂરી એવી તાલીમનું આયોજન કરી શકાશે. પ્રાથમિક શિક્ષકો પૈકી ઝ્રઇઝ્ર કોઓર્ડિનેટર્સ, દિવ્યાંગ શિક્ષકો, સ્કૂલ ઈન્સ્પેક્ટર વગેરેને બાદ કરતાં મહત્તમ અંદાજે ૧,૫૧,૦૦૦ શિક્ષકો આ સર્વેક્ષણમાં જાેડાવા પાત્ર હતા, તે પૈકી ૫૭,૦૦૦ એટલે કે ૩૭% જેટલા શિક્ષકો આ મરજિયાત અને સ્વૈચ્છિક સર્વેક્ષણમાં જાેડાયા હોવાનો દાવો સરકાર તરફથી કરાયો છે. આ સર્વેક્ષણના પરિણામનું પૃથક્કરણ કરીને શિક્ષણ વિભાગ હવે પછી કયા શિક્ષકોને કયા મુદ્દાઓની તાલીમની જરૂર છે એનો અહેવાલ તૈયાર કરીને એ મુજબ આગામી તાલીમનું આયોજન કરશે. આ સર્વેક્ષણમાં જાેડાયેલા શિક્ષકીની સંખ્યા ઉપર નજર કરતાં જણાય છે કે, નવસારી જિલ્લામાં ૭૮% જેટલા શિક્ષકો આ સર્વેક્ષણમાં જાેડાયા હતા. નવસારી જિલ્લો શિક્ષણમાં અગ્રેસર છે એનું કારણ એના શિક્ષકોની નિષ્ઠાને ગણી શકાય. તાલુકાની વાત કરીએ તો વિજયનગર જેવા બહુ જ અંતરિયાળ અને આદિવાસી બહુલ તાલુકામાં ૯૯% શિક્ષકો આ સર્વેક્ષણમાં જાેડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વિજયનગર તાલુકો પ્રાથમિક શિક્ષણમાં રાજ્યના શ્રેષ્ઠ તાલુકાઓ પૈકી છે. આ દર્શાવે છે કે, સ્થાનિક બોલી અને અંતરિયાળ વિસ્તાર જેવા અવરોધો હોવા છતાં, માત્ર શિક્ષકોની શિક્ષણ નિષ્ઠાને લીધે આ તાલુકો સારૂ પ્રદર્શન કરી રહ્યો છે, એમ રાજ્ય પરીક્ષા બોર્ડ અને જીસીઈઆરટીની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews