માણાવદર નગરપાલીકાનાં જ ટીપી ચેરમેને રોડનાં કામમાં ગેરીરીતિની ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા ચકચાર

0

માણવદર ભાજપ શાસિત પાલીકાનાં ખુદના જ ચુંટાયેલા નગરપાલીકાનાં ટીપી ચેરમેન ભાવનાબેન ડી. કાલરીયાએ મુખ્યમંત્રી અને જીલ્લા કલેકટર સહીત ઉચ્ચકક્ષાએ માણાવદરમાં રોડ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્ફોટક અને સનસનાટી મચાવે તેવો પત્ર લખતાં સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે. આ પત્રમાં જણાવાયું છે કે, ચીફ ઓફીસર તથા પ્રમુખ પુષ્પાબેન ગોરને રૂબરૂ તથા ટેલીફોનીક રજુઆત કરવા છતાં રોડનું કામકાજ રોકાવેલ નથીં અને કોઈ જ પગલા લેવાયા નથી ત્યારે ખરાબ રસ્તા બનાવવા બદલ જવાબદારો સામે શા માટે ફોજદારી કેસ કરાતો નથી ? શા માટે શહેરનાં નબળા બનેલા રસ્તાઓ તુટી ગયા છે તેની તપાસ નથી કરાતી ? તેવી રજુઆત કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!