ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે વરલી મટકાનાં જુગાર અંગે ધરપકડ કરવા ગયેલી પોલીસની ફરજમાં રૂકાવટ : ત્રણ સામે ફરીયાદ

0

ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે જુગારની રેડમાં આરોપીને પકડવા જતાં પોલીસની ફરજમાં રૂકાવટ કરી અને મારા બાપુજીને કેમ લઈ જાવ છો, તમોને અહી જીવતા દાટી દેવા છે તેમ કહી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ભેંસાણ પોલીસ સ્ટેશનનાં હે.કો. સંજયભાઈ નાનુભાઈએ છોડવડી ગામનાં દિલસુખભાઈ મનુભાઈ જાેષી (ઉ.વ. ૬પ), મનીષ દિલસુખભાઈ જાેષી અને બે મહીલા જેની ઉંમર આશરે ૩પ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે દિલસુખભાઈ મનુભાઈ જાેષી જાહેરમાં વરલી મટકાનો હારજીતનો જુગાર રમાડતા હોય જે ઉપર રેડ કરવા જતાં તેઓ મુદામાલ સાથે પકડાઈ જતાં અને તેને અટક કરવા જતાં આરોપી પોતાની ધરપકડનાં વિરોધમાં પોતાના મકાને ભાગી જતા તેને પકડવા જતાં મનીષ દિલસુખભાઈ જાેષી તથા બે અજાણી મહીલાઓ જયાં હાજર હોય અને દિલસખુભાઈની ધરપકડ કરવા જતાં ત્રણેય આરોપીઓએ સંજયભાઈ નાનુભાઈ હે.કો.ની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી આરોપીની ધરપકડનો પ્રતિકાર કરેલ તથા આ તકે આરોપી મનીષ દિલસુખભાઈ જાેષીએ કહેલ કે તમે મારા બાપુજીને કેમ લઈ જાવ છો તેમ કહી તમને દાટી દેવા છે તેમ કહી ઝપાઝપી કરી અને લાકડી લઈ મારવા દોડયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસ દ્વારા આરોપી વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ સહીતની કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!