યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવાર ઉપર જગતમંદિર ચાલું રહેશે કે બંધ ?

0

જન્માષ્ટમીના તહેવારોમાં સાતમ-આઠમ-નોમ એમ ત્રણ દિવસ દ્વારકાધીશ જગતમંદિર ભાવિકો માટે બંધ રહે તેવી સંભાવના જણાવાઈ રહી છે, પણ આ લખાય ત્યાં સુધી તંત્ર અનિર્ણિત જણાય છે. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરને કોરોના મહામારીને લીધે સતત બીજા વર્ષે શ્રીકૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વ ભાવિકો વિના જ ઉજવવામાં આવશે તેવી પ્રબળ સંભાવનાઓ જાેવાઈ રહી છે. દ્વારકાધીશ જગતમંદિર એ ભારતના ચાર ધામો પૈકી એક ધામ, સપ્તપુરી પૈકી એક પુરી હોય, ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ-રાજધાની-શયનસ્થાનો આવેલ હોય, આ પાવનભૂમિ ઉપર દર વર્ષે કરોડો ભાવિકો વર્ષ દરમ્યાન દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે. તેમાં પણ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ હોય, દર વર્ષે દેશ-વિદેશના ભાવિકો ઠાકરોજીના જન્મોત્સવને વધાવવા પધારે છે. હાલમાં કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારો દ્વારા વધુ ભીડભાડ ન થાય તે હેતુ ધાર્મિક મહોત્સવોની ઉજવણી ઉપર મહદ્‌અંશે પ્રતિબંધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભાવિકો વિના જ ઉજવાય તેવી પ્રબળ સંભાવનાઓ જાેવાઈ રહી છે. તંત્ર દ્વારા હજુ સુધી આ અંગે જાહેરાત કરાઈ નથી, પરંતુ આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર મહદ્‌અંશે સતત બીજા વર્ષે ભાવિકો વિના જ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે તેવું માનવામાં આવી રહ્યું છે.

સોશ્યલ મીડિયામાં વાયરલ

રાજ્યમાં ત્રીજી લહેરની જાેવાતી સંભાવના વચ્ચે હાલમાં કોરોના મહામારી ઉપર મહદ્‌અંશે કન્ટ્રોલ છે. આમ છતાં લોકોને પારંપારિક રીતે લોકમેળા તેમજ ધાર્મિક મહોત્સવો મનાવવાની મનાઈ કરનારી સત્તા પક્ષ દ્વારા કોરોના અંગેની તમામ ગાઈડલાઈન્સનું છડેચોક ભંગ કરી રાજકીય સંમેલનો-સભાઓ થતી હોય છે ત્યારે લોકોને ભાવનાત્મક રીતે સ્પર્શતા મુદ્દે મંજુરી નહિં મળતી હોય, સોશ્યલ મીડિયામાં વિવિધ માધ્યમોમાં લોકો ધાર્મિક મહોત્સવોની મનાઈ કરનારાઓને જન આશીર્વાદ નહિં મળે તેવી કોમેન્ટ્‌સ વહેતી કરી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!