Saturday, August 20

જૂનાગઢ લઘુમતી મોરચા દ્વારા સિકંદર બખ્તની જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો

0

પદ્મ વિભુષણથી સન્માનિત, ભાજપના સ્થાપક નેતા સ્વ. જનાબ સિકંદર બખ્તની જન્મ જયંતિ જૂનાગઢ મહાનગર લઘુમતી મોરચા દ્વારા ઉજવાય હતી. જૂનાગઢ મહાનગર ભાજપા કાર્યાલય ખાતે જૂનાગઢ મહાનગર ભાજપના મહામંત્રી સંજય મણવરની ઉપસ્થિતિમાં જૂનાગઢ મહાનગર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ શબ્બીરભાઈ અમરેલીયાની આગેવાનીમાં ભાજપના સ્થાપક નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાજ્ય સભાના પૂર્વ વિપક્ષ નેતા, કેરળના પૂર્વ રાજ્યપાલ અને પદ્મ વિભુષણથી સન્માનિત સ્વ. સિકંદર બખ્તની જન્મ જયંતિ નિમિત્તે તેમને પુષ્પ અર્પણ કરી તેમના જીવન અને કવન અને સ્મરણોને યાદ કરી ઉજવાય હતી. મહાનગર મહામંત્રી સંજયભાઈ મણવરએ સિકંદર બખ્ત વિષે ટુંકો પરિચય આપ્યો હતો. જૂનાગઢ મહાનગર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી રેહાનખાન બાબીએ કાર્યક્રમને અનુલક્ષીને ઉદબોધન આપી સિકંદર બખ્તના વિસ્તૃત જીવન વિષે, તેમના કાર્યો વિષે, તેમની ઉપલબ્ધીઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો. જૂનાગઢ મહાનગર લઘુમતીના મહામંત્રી ફારૂકભાઈ ભિસ્તીએ આભાર વિધિ કરી હતી એમ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!