જૂનાગઢમાં શ્રી નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

0

શ્રી નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ જૂનાગઢ ખાતે શ્રાવણી પર્વ, સન્માન સમારોહ, વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ અને શિષ્યવૃતિ સહાય અંગેનો કાર્યક્રમ જ્ઞાતિનાં વડીલ હસુમતીબેન ઓઝાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કાશ્મીરાબેન મહેતાએ કરાવેલ તેમજ ઉપસ્થિત સન્માનીત લોકો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. આ તકે સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી પ્રફુલચંદ્ર એચ. મહેતાએ શાબ્દીક સ્વાગત કરી સંસ્થાની કામગીરી વિષે માહિતી આપી હતી. આ શ્રાવણી પર્વ પ્રસંગે તાજેતરમાં ડોકટર થયેલ હેમાંગભાઈ જે. મહેતા અને નમ્રતાબેન એસ. મહેતા તથા કલાસ-ટુમાં પસંદગી પામેલ હેલીબેન એન. ઓઝા અને મૌલીકભાઈ બી. મહેતાને સંસ્થા દ્વારા સન્માનીત કરવામાં આવેલ હતાં. આ પ્રસંગે દિવ્ય ભાસ્કરનાં અતુલભાઈ જે. મહેતા અને વડોદરાના વિજયભાઈ કે. ઓઝાનું પણ સન્માન કરવામાં આવેલ હતું. તેમજ ધો. ૧ થી કોલેજ સુધીનાં તેજસ્વી તારલાઓને જયાબેન જે. મહેતા દ્વારા ઈનામો અને શિષ્યવૃતિ સહાય કરવામાં આવેલ હતી. આ તકે હસુમતીબેનનાં બહેન જીતુબેન બી. મહેતાનો જન્મ દિવસ હોય તેમને પણ શાલ અને પુષ્પગુચ્છથી સન્માનીત કરેલ. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જ્ઞાતિનાં શુભેચ્છા સંદેશાઓ મળેલ જેનું વાંચન હિતેષ એમ. મહેતાએ કરેલ હતું. આભારવિધિ જીતેન્દ્રભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા તમામ ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!