સોમનાથ અને સાસણની મુલાકાતે રેલ્વેેની સંસદીય સમિતિના સભ્યો સાથે પશ્ચિમ રેલ્વેેના ઉચ્ચ અભિકારીઓ આવેલ હતા ત્યારે સોમનાથ રેલ્વેે સ્ટેાશને વેરાવળ-કોડીનાર નવી રેલ લાઇન નાંખવાની સામે ચાલી રહેલ આંદોલન અંગે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર સમક્ષ સોમનાથ પંથકના ખેડૂતો પોતાનો પક્ષ રાખવા રૂબરૂ પહોંચી ગયા હતા. ખેડૂતોએ “જાન દઈશુ પણ જમીન નહી” ના સૂત્રોચ્ચાર સાથે સવિસ્તાર રજૂઆત કરી હતી. જેના પ્રત્યુતરમાં રેલ અધિકારીએ પણ ખેડૂતોના હિતને ધ્યાને રાખી ર્નિણય કરીશુ તેવું જણાવેલ હતુ. રેલ્વેની સંસદીય સમિતિના ચેરમેન સહિતના સભ્યો અને પશ્ચિમ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સાસણ પહોંચ્યા હતા. જયાં સોરઠના રેલ પ્રશ્નો અંગે બેઠક કરી હતી. બાદમાં સોમનાથ રેલ્વે સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા. એ સમયે સોમનાથ પંથકમાં લાંબા સમયથી વેરાવળ-કોડીનાર નવી રેલ લાઇન નાંખવાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલ પંથકના ખેડૂતો પણ સોમનાથ રેલ્વે સ્ટેશને પહોંચી ગયા હતા. જયાં ખેડૂતોના આગેવાનોની કમીટીના સભ્યો સાથે રેલ્વેના જીએમ સહિતના અધિકારીઓએે બેઠક કરી હતી. જેમાં ખેડૂતોએ શું કામ વેરાવળ-કોડીનાર નવી રેલ લાઇન નાંખવાનું બંધ રાખવું જરૂરી છે અને જાે લાઇન નાંખવામાં આવશે તો ખેડૂતોને કેવું અને કેટલું નુકસાન થશે તેની વિગતવાર મુદાસર રજૂઆતો કરી હતી.
પંથકની ૧૨૦૦ વિઘા ખેતીની જમીન સંપાદન કરવી પડશે
જેમાં ખેડૂતો આગેવાનો રમેશભાઇ બારડ, અરજણભાઈ બારડ, રાજુભાઇ સોલંકી, ભગીરથ ઝાલા, ગોવિંદભાઈ ભોળા, સંજયભાઈ મોરી સહિતનાએ જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ૪ મોટ ઉદ્યોગો માટે વેરાવળ-કોડીનાર રેલ્વે લાઇન નાંખવાના પ્રોજેકટના કારણે અંદાજે અઢી હજાર ખેડૂતોની ૧,૨૦૦ વિઘા જમીન સંપાદન કરવાની જરૂર ઉભી થશે. જેના કારણે અનેક ખડૂતોની પૂરેપૂરી ખેતી જમીનો ખાલસા થઇ જવાની છે. ત્યારે ખેતી માટેની માફક ફળદ્રુપ જમીન અને બાગાયતના બગીચાઓ આ નવી લાઇન નાંખવાના કારણે ખેડૂતો પાસેથી છીનવાશે તો બેરોજગાર બની જશે. સોમનાથ પંથકના ૨,૫૦૦ ખેડૂતોની ખેતીની જમીન સંપાદનમાં જશે તો તે પૈકીના ૬૦૦ જેટલા ખેડૂતોની તો પોતાની સંપૂર્ણ ખેતીની જમીન ચાલી જશે જેથી આવા ખેડૂતો તો ખેતીની જમીનની ખાતેદારી જ ગુમાવે દેશે તેવી વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. જેથી સોમનાથ પંથકના ખેડૂતોએ “જાન દઈશુ પણ જમીન નહી” ના સૂત્ર સાથે નવી વેરાવળ-કોડીનાર રેલ લાઇન નાંખવા સામે આંદોલન શરૂ કરેલ છે જે હાલ ચાલી રહયુ છે અને જયાં સુધી કેન્દ્ર સરકાર કક્ષાએથી લેખિતમાં આ પ્રોજેકટ બંધ કરવાનું આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખી લડી લેવાનો નીર્ધાર કર્યો છે.
નારીળીયેરી અને આંબા–ચીકુના વૃક્ષો કાપવા પડશે
ખેડૂતો કનુભાઈ પરમાર, મુકેશભાઈએ જણાવેલ કે, નવી રેલ્વે લાઇન નાંખવાથી પંથકના ૧૯ ગામોની ફળદ્રુપ ખેતીની હજારો વિઘા જમીન કપાત થશે. આ રેલ્વે લાઇનથી ૨ લાખ નાળીયેરી અને ૫૦ હજાર આંબા અને ચીકુના વૃક્ષો કાપવા પડશે. જયારે વર્ષોથી કાર્યરત વેરાવળથી વાયા તાલાલા થઇ કોડીનારને જાેડતી મીટરગેજ લાઇન ઉપલબ્ધ છે. જેના ઉપર વર્ષોથી મીટરગેજ ટ્રેન દોડી પણ રહી છે. ત્યારે આ મીટર ગેજ રૂટની લાઇનને બ્રોડગેજમાં કન્વર્ઝન કરી નવી લાઇન નાંખવાથી બચી શકાય છે. તે કામગીરીમાં નવી લાઇન નાંખવાના ખર્ચ કરતા નોંધપાત્ર ઓછા ખર્ચમાં કન્વર્ઝનની કામગીરી થઇ શકે અને ઉદ્યોગોની જરૂરીયાત પણ પુરી થવાથી રેલ્વેની આવકને પણ ફાયદો થશે.
ખેડૂતોના હિતને ધ્યાને રાખી ર્નિણય કરીશુ : જીએમ
ખેડૂતોની રજૂઆત સંદર્ભે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંચને ખેડૂતોની રજૂઆતના તમામ મુદાઓ નોંધ્યા છે. જે અંગે વિચારણા કરી સરકાર સમક્ષ ખેડૂતોની લાગણી મુકી ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ર્નિણય કરીશુ તેવું જણાવેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews