સદાનંદ સરસ્વતી મહારાજનાં જન્મદિન નિમિતે દ્વારકાધીશનાં શિખર ઉપર ધ્વજારોહણ કરાયું

0

સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના પરમ શિષ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના ૬૪માં જન્મદિવસ નિમિત્તે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર ધ્વજઆરોહણ કરાયું હતું. તેમજ શંકરાચાર્યજીના પાદુકા પૂજન સાથે ચંદ્રમૌલેશ્રવર મહાદેવને અભિષેક પૂજન તથા ગૌશાળામાં ગાયોની વિશેષ સેવા તથા હોસ્પિટલમાં દર્દીઓ માટે ફળ વગેરેની સેવા શારદાપીઠ પરીવાર દ્વારા કરવામાં આવી હતી. પાદુકા પૂજનમાં બધા જ ભક્તો વતી ગુગળી ૫૦૫ બ્રાહ્મણના પ્રમુખ અશ્વિનભાઈ પુરોહિત(ગુરૂ) દ્વારા પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. આ શુભ દિવસે બ્રહ્મચારી નારાયણનંદજી તથા નારાયણ સ્વરૂપજી બ્રહ્મચારીની વિશેષ ઉપસ્થિતી રહી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!