જૂનાગઢ અને સોરઠ પંથકમાં ઠેરઠેર જુગાર દરોડા મહિલાઓ અને પુરૂષો સામે પોલીસે કરી કાર્યવાહી

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઠેરઠેર જુગાર અંગે દરોડો પાડયા છે. જેમાં મહિલા તથા પુરૂષ સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. એ ડીવીઝન પોલીસે ગોધાવાવની પાટી , વાલ્મિકી વાસ નજીક જુગાર દરોડો પાડતા બે મહિલાઓને રૂા. ૩૦૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે કડીયાવાડ રામાપીરનાં ઢોરા નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૧૪,૬૪૦ની રોકડ મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત ગીરનાર દરવાજા ગોપાલવાડી નજીકથી જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત ૬ને પોલીસે રૂા.પ૧૯૦નાં રોકડ મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત બી ડીવીઝન પોલીસે ઝાંઝરડા રોડ ઉપર આવેલ વિકાસ અરવિંદભાઈ ચોખલીયાનાં રહેણાંક મકાનમાં જુગાર દરોડો પાડતા ૬ શખ્સોને રૂા.૧,૩ર,પર૦નાં રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરી છે. જયારે ચોબારી રોડ નજીક સહજાનંદ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને રૂા.૭ર,૭ર૦નાં મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત વિસાવદરમાં હનુમાનપરા વિસ્તારમાંથી પોલીેસે પાંચ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રૂા.પ૩૬૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જૂનાગઢ તાલુકાનાં મજેવડી ગામે ચોકકસ બાતમીનાં આધારે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા વાડી વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા  ૮ શખ્સોને રૂા.૬૪,૮પ૦ની રોકડ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે ભેસાણ તાલુકાનાં ચણાકા ગામેથી ૧૩ મહિલાઓને જાહેરમાં જુગાર રમતા પોલીસે ઝડપી લઈ ર૦૩૦નો મુદામાલ જપ્ત કરેલ છે. આ ઉપરાંત બિલખા ઉપલાપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ૬ મહિલાને રૂા.૭૭૦ની રોકડ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે બાંટવા પોલીસે લિંબુડા ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા. ૧૧,૭૪૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દ્વારા બાંટવાનાં એકલેરા ગામની સીમમાં આવેલ કારાભાઈ દેવશીભાઈ અને પ્રકાશભાઈ મનસુખભાઈને આ કામનાં હાજર નહી મળી આવેલ વાડી માલિક દાસાભાઈ બાવનજીભાઈ ઠેલાણાએ પોતાના ભોગવટાનાં ખેતરે આવેલ ઓરડીમાં જુગારનો અખાડો ચલાવવા માટે ભાડે આપતા આ આરોપીઓએ બહારથી લોકોની બોલાવી નાલ ઉઘરાવવા, જુગાર રમાડતા હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડતા કુલ રૂા.૩,પ૦,૬પ૦નો મુદામાલ જપ્ત કરી ૧પ સામે કાર્યવાહી કરેલ છે. જયારે એક આરોપી મકાન માલીક હાજર નહી મળતા તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત માંગરોળનાં સેપા ગામેથી જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને રૂા.૪૧૪૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે શીલનાં મેખડી ગામેથી  ૬ શખ્સોને રૂા.પપ૯૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઈ પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!