જૂનાગઢનાં જલારામ ભકિતધામમાં જલારામ બાપાની ધજાજી ચઢાવાઈ

0

જૂનાગઢના બાયપાસ ઝાંઝરડા રોડ ઉપર આવેલા જલારામ ભકિતધામમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે શહેરના જાણીતા બોન્ડ રાઈટર મનિષભાઇ લુકા પરિવારે જલારામ બાપાની ધજાજી ચઢાવી ત્યારે જલારામ મયનો દિવ્ય માહોલ સર્જાયો હતો, ભક્તજનો ભારે ઉત્સાહમાં ભાવવિભોર થયા હતા. કોરોના ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે વિશાળ સંખ્યામાં જલારામ ભક્તોએ આ અલૌકિક અવસરનો લ્હાવો લીધો હતો. જલારામ પરિવાર ટ્રસ્ટે મનોરથીના પરિવારનું સુંદર સન્માન કર્યું હતું. મંદિર તરફથી શુભાશિષ પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!