સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ૩૩મી સાધારણ સભા અને વય મર્યાદાને કારણે નિવૃત થયેલ અધ્યાપકોનો અભિવાદન સમારોહ ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીના અધ્યક્ષસ્થાને અને આર.ડી.સી. બેંક રાજકોટના સિનિયર ડિરેકટર અરવિંદભાઈ તાળાના મુખ્ય મહેમાનપદે યોજાયો હતો. સમારોહના અધ્યક્ષ ડો. વિજયભાઈ દેસાણી, મુખ્ય મહેમાન અરવિંદભાઈ તાળા, સીન્ડીકેટ સભ્યો ડો. ગીરીશ ભીમાણી, ડો. ભરત રામાનુજ અને ડો. કલાધર આર્યના હસ્તે દીપ પ્રાગટય થયા બાદ મંડળીના કારોબારી સભ્યો દ્વારા ઉપસ્થિત મહેમાનો અને સીન્ડીકેટ સભ્યોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવેલ હતું. સહકારી મંડળીના પ્રમુખ અને પૂર્વ સીન્ડીકેટ સભ્ય પ્રો. જયદીપસિંહ ડોડીયાએ ઉપસ્થિત મહાનુભાવો અને સભાસદોનું શબ્દોથી સ્વાગત કરેલ હતું. ત્યારબાદ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા સીન્ડીકેટ સભ્ય ડો. ગીરીશ ભીમાણીએ આ મંડળીના સ્થાપક પ્રમુખ પ્રો. યુ.વી. મણવરની કરકસરયુકત વહીવટની તંદુરસ્ત પ્રણાલી આબેહુબ જાળવી રાખવા બદલ મંડળીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડીયા, ઉપપ્રમુખ ડો. જે.એ. ભાલોડિયા, મંત્રી ડો. વી.જે. કનેરીયા, સહમંત્રી ડો. યોગેશ જાેગસણ અને તમામ કારોબારી સભ્યોને બીદરાવ્યા હતા. મંત્રી ડો.ડી.જે.કનેરીયાએ વાર્ષિક અહેવાલ રજૂ કરેલ હતું. સન્માનિત અધ્યાપકો પ્રો. અંબાદાન રોહડીયા અને પ્રો. એસ.પી. સીંઘે પોતાના પ્રાસંગિક વ્યક્તવ્યમાં ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા અને સંપૂર્ણપણે બિનરાજકીય રીતે ચાલતી આ સંસ્થાને કેમ્પસના અધ્યાપકોની એક મોટી આર્થિક તાકાત ગણાવી હતી. મંડળીના હિસાબનીશ બેચરભાઈ ભટ્ટાસણાને તેની નિષ્ઠા અને પ્રમાણિકતાપૂર્વકની કામગીરી બદલ ઉપકુલપતિ વિજયભાઈ દેસાણીને હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા. સન્માનિત અધ્યાપકો પ્રો. અંબાદાન રોહડીયા, પ્રો. એસ.પી. સીંઘ, પ્રો. બી.જી. મણીયાર વગેરેને ઉપકુલપતી ડો. વિજયભાઈ દેસાણીના હસ્તે શાલ અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. ડો. બાબાસાહેબ આંબેડકર ચેરના ચેરમેન ડો. રાજાભાઈ કાથડના સહયોગથી ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જીવન ઉપર લખાયેલા પુસ્તકો ઉપસ્થિત મહાનુભાવો અને સન્માનિત અધ્યાપકોને અર્પણ કરવામાં આવ્યા હતા. સમારોહના અધ્યક્ષસ્થાનેથી ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની સિધ્ધિઓને બિરદાવતા જણાવ્યું હતું કે, યુનિ. કેમ્પસના પ્રાધ્યાપકોને લોન સહજતાથી આપવાની સુવિધા તેમજ અધ્યાપક કલ્યાણ નીધિ યોજના સરાહનીય છે. ડો. વિજયભાઈ દેસાણીએ આ સહકારી મંડળીને તેની ભાવી યોજનાઓ માટે યુનિવર્સિટી પ્રશાસન કક્ષાએથી પુરતી મદદ કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. આભારવિધિ ઉપપ્રમુખ ડો. જે.એ. ભાલોડીયાએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળીના સહમંત્રી ડો. યોગેશ જાેગસણે પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. ઉપકુલપતિ વિજયભાઈ દેસાણીનું પણ સહકારી મંડળીના હોદેદારો અને કારોબારી સભ્યો દ્વારા સન્માન કરવામાં આવેલ. મંડળીની નવી કારોબારીમાં પ્રો. જયદીપસિંહ ડોડીયા, ડો. જે.એ. ભાલોડીયા, ડો. વી.જે. કનેરીયા, ડો. યોગેશ જાેગસણ, પ્રો. અતુલ ગોસાઈ, ડો. ભરત ખેર, પ્રો. આર.બી. ઝાલા, પ્રો. નિકેશ શાહ, પ્રો. સંજય ભાયાણી, ડો. મનીષ શાહ, ડો.અશ્વિન સોલંકી, ડો. રેખાબા જાડેજા અને ડો. રંજનબેન ખુટની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ગોવિંદગુરૂ યુનિવર્સિટી (ગોધરા)ના કુલપતિ અને સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે કાર્યક્રમની સફળતા માટે સંદેશા પાઠવ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews