ઊના તાલુકાના સીલોજ ગામમાં ધારાવાડી કાદી સાખલીવાવ વિસ્તારમાં ઝેરી ઘઉં ખવડાવીને મોરનો શિકાર કરવાના આરોપમાં વધુ ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીલોજમાં મોરનો શિકાર કરવાના આરોપસર મુળુ જીવા વાઘેલાને વનવિભાગે તાકીદે ઝડપી લીધો હતો. જ્યારે બીજા શખ્સો નાસી ગયા હતા. મુળુને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના ૩ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી મુળુ વાઘેલાની પુછપરછમાં મનુ બાલ વાઘેલા, મુકેશ ભુરા વાઘેલા અને હમીર બાલુ વાઘેલાના નામ ખુલ્યા હતા. વધુ ત્રણ શખ્સોના નામ ખુલતા વન વિભાગે ત્રણેયને ઝડપવા માટે કવાયત હાથ ધરી હતી અને ત્રણેયને વનવિભાગે ઝડપી લીધા હતા. જેમાં મનુ બાલ વાઘેલાના વધુ ૧ દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. જ્યારે મુકેશ ભુરા અને હમીર બાલુની વધુ પુછપરછ ચાલુ છે. મુળુ વાઘેલાના રીમાન્ડ પૂરા થતાં અને તેની જામીન અરજી નામંજૂર થતાં તેને જૂનાગઢ જેલ હવાલે કરાયો છે. બનાવની વધુ તપાસ જશાધારના આરએફઓ જે.જી. પંડ્યા, એસીએફ એન.જે. પરમાર, ફોરેસ્ટર વિરાભાઈ ચાવડા, ફોરેસ્ટ ગાર્ડ ભાવિનસિંહ સોલંકી, દિલીપભાઈ સરવૈયા, વિજયભાઇ રાવલ, વલકુભાઈ પરબતભાઈ વનરાજભાઈ સહિતના ચલાવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews