સોમનાથ મંદિર સુરક્ષામાં તૈનાત પોલીસ ઇન્સ્પેકટર જી.એમ. રાઠવાનું ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા મૃત્યું

0

છેલ્લા ચારેક માસથી સોમનાથ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર ગોવિંદભાઈ માનસીંગભાઈ રાઠવાને ગઈકાલે બપોરે બે વાગ્યે મંદિરમાં ફરજ બજાવી રહેલ હતા ત્યારે એકાએક તેમને છાતીમાં દુઃખાવો ઉપડતા સાથે રહેલા પોલીસકર્મીઓ તુરંત અધિકારી રાઠવાને નજીકના પ્રભાસપાટણ સીએચસી કેન્દ્રમાં લઇ ગયેલ જયાંથી વધુ સારવાર અર્થે વેરાવળની બિરલા હોસ્પીટલમાં ખસેડેલ હતા. જયાં સારવાર કારગર નિવડે તે પહેલા જ તેમનું મૃત્યું નિપજતા પોલીસબેડામાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. બાદમાં અધિકારીના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ. પોલીસ ઇન્સ્પેકટર રાઠવાનું અકાળે મોત થતા પોલીસ અધિકારીઓ અને સાથી કર્મીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા. પીઆઇ રાઠવા સોમનાથ સાંનિધ્યે તેમના પત્ની સાથે રહેતા હતા જયારે તેમના બે સંતાનો તેમના વતન છોટાઉદેપુર ખાતે રહેતા હોવાનું જાણવા મળેલ છે. તેઓને દુઃખદ ઘટનાની જાણ કરેલ અને તેઓની રાહ જાેવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

ત્રણ દાયકાની સફરમાં કુનેહભરી કામગીરીથી કોન્સ્ટેબલથી પોલીસ ઇન્સ્પેકટર સુધી પહોંચેલ

તા.૧ જુન ૧૯૬૭ના રોજ છોટાઉદેપુર ખાતે જન્મેલ જી.એમ. રાઠવા ઇ.સ.૧૯૯૦ માં કોન્સ્ટેબલ તરીકે ગુજરાત પોલીસ દળમાં જાેડાયા હતા. બાદમાં ૨૦૦૯માં પ્રમોશનથી પીએસઆઇ બન્યા હતા. પીએસઆઇ તરીકે અમદાવાદમાં ત્રણ વર્ષ, ભરૂચમાં પાંચ વર્ષ ફરજ બજાવી હતી. જે ફરજના સમયગાળામાં અનેક અણઉકેલ ગુન્હાઓ ડીઝીટલ ટેકનીક અને કોઠાસૂઝથી ઉકેલી સફળતા મેળવી હતી. રાજકોટ શહેરમાં તેમની ફરજના કાર્યકાળ દરમ્યાન ઓનલાઈન ચીંટીગ કરતી ગેંગને રાજસ્થાનના કોટા શહેરથી અને ઝારખંડથી ઝડપી જેલ હવાલે કરેલ હતા. અમદાવાદમાં ફરજ દરમ્યાન ઓટીપી નંબર મેળવી નાણા પડાવતી ગેંગ બાબતના ૧૭ આરોપીઓને ઉતરપ્રદેશના ગાઝીયાબાદ, દિલ્હી અને ઢસાથી પકડી લઇ જેલ હવાલે કરેલ હતા. ઝગડીયા તાલુકામાં ત્રણ સીકયુરીટી જવાનોને બેભાન કરી લુંટ કરી ફરાર થયેલ ૧૧ આરોપીઓને રાતોરાત શોધી કાઢી ઝડપી લીધા હતા. સને ૨૦૧૮ના છેલ્લા મહિનાઓમાં ગીર સોમનાથ જીલ્લામાં તેમની નિમણૂંક થતા ત્યારથી લઇ ત્રણેક વર્ષથી ફરજા બજાવી રહેલ હતા. જેમાં પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર તરીકે અઢી વર્ષ સુધી ફરજ બજાવી હતી. જે સમયગાળામાં અનેક ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલી ગુનાખોરી કાબુમાં રાખી હતી. બાદ છેલ્લા ચારેક માસથી સોમનાથ મંદિર સુરક્ષામાં ફરજ બજાવી રહેલ હતા. આમ, પોલીસમાં કોન્સ્ટેબલથી લઇ પોલીસ ઇન્સ્પેકટર સુધીની ત્રણ દાયકાની સફર દરમ્યાન જી.એમ. રાઠવાએ પડકારોનો સામનો પોતાની આગવીશૈલીની કામગીરીથી કરી હમેંશા નોંધનીય ફરજ બજાવી પોલીસ પરીવારનું ગૌરવ વધારેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!