જૂનાગઢ રેન્જ ડીઆઈજી દ્વારા ડીવાયએસપી કચેરીનું ઈન્સપેકશન કરાયું

0

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવારે ગઈકાલે ડીવાયએસપી કચેરીનું ઈન્સપેકશન કર્યુ હતું. જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસન શેટ્ટી અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઈન્સપેકશન લેવાયું હતું. ડીવાયએસપી કચેરી ખાતે હેડકવાર્ટરનાં આર.એસ.આઈ. પીયુષ જાેષી દ્વારા શ્રી પવારને ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવેલ હતું. આ ઈન્સપેકશન દરમ્યાન જૂનાગઢ ડીવીઝનની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ટ્રાફીક સમસ્યાનાં નિર્મુલન અંગેની કામગીરી, અનડીટેકટ ગુનાઓનાં ભેદ ઉકેલવા સહિતની કામગીરીની સમિક્ષા કરી સંતોષ વ્યકત કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!