પોલીસ મહાનિદેર્શક અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરનાઓની સુચના અનુસાર રાજયમાં પેરોલ ઉપર છુટેલ ભાગેડુ આરોપીઓ, વચગાળાના જામીન ઉપર મુક્ત ફરાર આરોપીઓને તેમજ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને પકડવા જણાવેલ હોય જે અન્વયે જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લો સ્કોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ એચ.આઇ. ભાટીના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. પ્રદીપભાઈ ગોહિલ, પો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા, પો.હેડ કોન્સ. રમેશભાઈ માલમ, પો.કોન્સ. પ્રકાશભાઈ અખેડ, પો.કોન્સ. સંજયભાઈ ખોડભાયાનાઓની ટીમ દ્વારા જૂનાગઢ જીલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને પકડવા તેમજ અસરકારક કામગીરી કરવા સારૂ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી રાહે હક્કીત મળેલ કે જૂનાગઢ જેલમાંથી ત્રણેક માસ પહેલા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના ગુ.ર.ન.થર્ડ ૨૪૨/૨૧ પ્રોહીબીશન અંતર્ગત કાચા કામનો આરોપી જગદિશ ચંદુભાઈ ચૌધરી(ઉ.વ.૩૦) રે.માખીયાળા તા.જૂનાગઢ વાળો વચગાળાના જામીન મેળવી જેલમાંથી છુટેલ હતો. મુદત પુરી થયે જેલ હાજર થવાનું હતું પરંતુ હાજર ન થઇ ફરાર થઇ ગયેલ હોય મજકુર આરોપી પોલીસની પકડથી નાસતો ફરતો હોય અને તે હાલ ધોરાજી ખાતે માલધારી હોટલમાં હાજર છે તેવી હક્કીત મળતા ઉકત જગ્યાએ તપાસમાં રહેતા મજકુર આરોપી મળી આવતા તેને હસ્તગત કરી જૂનાગઢ લાવી જિલ્લા જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews