લાઈસન્સ વગર વાહન ચલાવનારોઓ સામે જૂનાગઢ પોલીસ કડક કાર્યવાહી કરશે

0

તાજેતરમાં જૂનાગઢ શહેર તથા જિલ્લામાં શાળાઓ ચાલુ થયેલ હોઈ, જૂનાગઢ પોલીસ તરફથી ટીન એજરો દ્વારા લાયસન્સ વગર ચલાવવામાં આવતા વાહનો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે ઝુંબેશ ચાલુ હોય, જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ, કે જેઓ લાયસન્સ વગર વાહનો ચલાવે છે, તેના ઉપર અંકુશ લાવવા તમામ થાણા અમાલદારોને કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં પણ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ, બી, સી ડિવિઝન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં આવતી શાળાઓના સંચાલકો અને પ્રિન્સિપાલને પણ પોતાની સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ વગર લાયસન્સએ વાહન ચલાવી ના આવે તે બાબત વાલીઓને પણ જાણ કરવા અને આવા વિદ્યાર્થીઓ વગર લાયસન્સએ વાહન ચલાવતા મળી આવે, વાલીઓને જવાબદાર ગણવામાં આવશે, એ બાબતે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ અધિકારીઓ દ્વારા લેખિત પણ જાણ કરવામાં આવેલ છે. આમ, ટીન એજરો દ્વારા વગર લાયસન્સએ વાહન ચલાવી, અકસ્માત કરવામાં આવે છે અને પોતાની તેમજ સામાવાળાની જિંદગી જાેખમમાં મુકવામાં આવે છે, તે બાબત જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગંભીરતાથી લઈ, ટીન એજરો દ્વારા કોઈ ગુન્હો ના કરી બેસે અને વાલીઓના દીકરા દીકરીને ઇજા ના થાય કે વધુ ગંભીર બનાવ ના બને તે માટે ખાસ ઝુંબેશ દરમ્યાન કાર્યવાહી હાથ ધરવામાં આવતા, પ્રજામાં જૂનાગઢ પોલીસની ભાવનાને લઈને પ્રસંશા થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!