જૂનાગઢમાં કોરોનાના કારણે સતત બીજા વર્ષે જન્માષ્ટમીની શોભાયાત્રા રદ કરવામાં આવી છે. આ અંગે શહેરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરતા હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટના દિપેનભાઇ યાદવે જણાવ્યું હતું કે, ગત વર્ષે કોરોનાના કારણે સરકારની મનાઇના કારણે શોભાયાત્રા કાઢવામાં આવી ન હતી. આ વર્ષે સરકારે અમુક મર્યાદિત સંખ્યા અને કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે શોભાયાત્રા કાઢવાની પરમિશન આપી છે. પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખી લોકોના આરોગ્યના હિતને લઇ શોભાયાત્રા કાઢવાનું રદ કરાયું છે. દરમ્યાન શહેરમાં વિવિધ ૩૦ થી વધુ વિસ્તારોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ તકે શહેરના રહેણાંક વિસ્તાર, ગલી, મહોલ્લા, સોસાયટીમાં સુશોભન અને સફાઇ હરિફાઇ, ચિત્ર હરિફાઇ, રંગ પૂર્તિ હરિફાઇ, વેદ, પુરાણ અને શાસ્ત્રોક્ત જ્ઞાન કસોટી, વેશભૂષા હરિફાઇ, કરાઓકે આધારિત ગીત હરિફાઇનું આયોજન કરાયું છે. આ તમામ સ્પર્ધા માટે ૨૭ ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન અથવા સંસ્થાની ઓફિસ તેમજ ચામુંડા ગ્રાફિક્સ, સહકાર ભવન, તળાવ દરવાજા ખાતે ફોર્મ ભરી ૨૯ ઓગસ્ટ સુધીમાં પરત કરવાના રહેશે. જ્યારે ૩૦ ઓગસ્ટના રાત્રીના ૮ થી ૯ દરમ્યાન સવરા મંડપ, ગિરનાર દરવાજા ખાતે ઇનામ વિતરણ કરાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews