૩૦ ઓગસ્ટને જન્માષ્ટમી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે

0

આગામી તા.૩૦-૮-૨૧, સોમવારનાં રોજ જન્માષ્ટમી પર્વે સાપ્તાહિક અવકાશને મોકુફ રાખીને પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરીને પ્રવેશ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેના બદલે તા.૩૧-૮-૨૦૨૧, મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ ઉપર જાહેર રજા
રહેશે.  તમામ પ્રવાસીય સ્થળોની ટીકિટ મેળવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અધિકૃત વેબસાઇટwww.soutickets. in અને એન્ડ્રોઇડ એપ્લીકેશન statue of unity tickets (official)નો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે. કોઇ પણ પ્રકારની પુછપરછ માટે ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦ (સોમવાર સિવાય સવારે ૦૮.૦૦ થી સાંજના ૦૬.૦૦ સુધી ) સંપર્ક કરી શકાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રસારિત થતા પ્રોજેક્શન મેપિંગ શો(લેસર શો)નાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લેસર શોનો સમય અત્યારસુધી ૨૦.૦૦ કલાકે પ્રસારિત થતો હતો તેના બદલે હવે ૧૯.૩૦ કલાકે પ્રસારિત થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!