જૂનાગઢ શહેર અને જીલ્લામાં વિવીધ સ્થળોએ પોલીસે જુગાર અંગે દરોડા પાડી જુગાર રમનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે આ અંગે પોલીસે આપેલી વિગતો અનુસાર જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ચોકકસ બાતમીનાં આધારે નંદનવન રોડ, માધવ એપાર્ટમેન્ટ વાળી ગલી, પુજા પાર્કમાં ટેનામેન્ટ નજીક જાહેરમાં જુગાર રમતા ૯ મહિલાઓને રૂા. ૧ર૩ર૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ છે. જયારે એ ડીવીઝન પોલીસે દાતાર રોડ વિસ્તારમાં મહાત્મા ગાંધી સોસાયટી નજીક પાંજરાપોળ સામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૩૪૧૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત બી ડીવીઝન પોલીસે નંદનવન રોડ ઉપરથી જાહેરમાં વરલી – મટકાનો જુગાર રમતા એક શખ્સને રૂા.૮૪૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે.
જૂનાગઢ તાલુકા પોલીસે ખામધ્રોળ રોડ ઉપરથી જાહેરમાં જુગાર રમતા ૮ મહિલા સહિત ૯ને રૂા.ર૧,૭૮૦ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય એક સ્થળે ૭ મહિલા સહિત ૯ને જાહેરમાં જુગાર રમતા ૧૧,૬૬૦ની રોકડ સાથે ખામધ્રોળ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધેલ છે. આ ઉપરાંત વિસાવદર પોલીસે પિંડાખાઈ ગામેથી ૬ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રૂા. ૧ર૮૭૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે તાલુકા પોલીસે તોરણીયા ગામેથી ૭ શખ્સોને રૂા.૭૦૬૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત મેંદરડા પોલીસે લીલવા ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ૧,ર૪,૯૬૦ના રોકડ મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે દાત્રાણા નજીકથી જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂા. રપર૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત બિલખા પોલીસે નવાગામની સીમ નજીક જુગાર અંગે દરોડો પાડતા ૭ શખ્સોને રૂા.૩ર,૮૭૦ના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે કેશોદનાં જુના ભઠ્ઠી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂા.૧૧ર૩૦નાં રોકડ મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત શીલનાં નાંદરખી ગામેથી જંગલ વિસ્તારમાંથી ૯ શખ્સોને રૂા.૧૩,૮૮૦નાં રોકડ મુદામાલ સાથે તેમજ બામણવાડા ગામ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૩૧૮૦નાં રોકડ મુદામાલ સાથે ઝડપી લીધેલ છે અને માળીયા પોલીસે જશાપર પ્લોટ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને કુલ રૂા.૪ર૬ર૦નાં રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ તમામ સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews