‘ડીસમેન્ટલીંગ ગ્લોબલ હિંદુત્વ’ એટલે કે ‘વૈશ્વિક હિંદુત્વના વિઘટન’ ઉપર ત્રિદિવસીય કોન્ફરન્સનું ૧૦, સપ્ટે.થી અમેરિકામાં આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાની મોટા ભાગની ૪૫ કરતાં વધુ યુનિવર્સિટીઓના ૬૦ કેન્દ્રો દ્વારા સહપુરસ્કૃત આ કોન્ફરન્સમાં અનેક અતિથિઓ વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે. આ કોન્ફરન્સના અગ્રણી વક્તાઓમાં આનંદ પટવર્ધન, આયેશા કિડવાઇ, બાનુ સુબ્રમણ્યમ, ભંવર મેઘવંશી, ક્રિસ્ટોફર જેફરેલોટ, કવિતા ક્રિષ્નન, મીના કંદાસ્વામી, મોહંમદ જુનૈદ, નંદિની સુંદર, નેહા દિક્ષીત અને પી શિવાકામીનો સમાવેશ થાય છે જ્યારે કો-સ્પોન્સર્સમાં નોર્થ વેસ્ટર્ન, યુકે બર્કલે, યુ શિકાગો, કોલંબિયા, હાર્વર્ડ, યુપેન, પ્રિન્સ્ટન અને સ્ટેનફોર્ડના વિભાગો અને કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ કોન્ફરન્સના આયોજકોએ પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવ્યું હતું કે, અમે ડીસમેન્ટલીંગ ગ્લોબલ હિંદુત્વ કોન્ફરન્સની સત્તાવાર જાહેરાત કરતા રોમાંચ અનુભવી રહ્યાં છીએ. આ કોન્ફરન્સમાં ભારતમાં હિંદુ વિચારધારા અને અન્યત્ર હિંદુત્વનંુ વિઘટન વગેરે ઉપર ચર્ચા વિચારણા થશે. આ ટ્વીટર હેન્ડલ ઓગસ્ટ, ૨૦૨૧માં શરૂ કરાયું હતું અને તેના ૧૪૧૨ ફોલોઅર્સ છે. અમે જ્યારે બે સપ્તાહ પૂર્વ આ ટ્વીટર હેન્ડલ લોંચ કર્યુ ત્યારે આવંુ પરિણામ આવશે તેની અમને અપેક્ષા ન હતી. ૧૦૦૦થી વધુ લોકોનું સમર્થન સાંપડ્યું છે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ સહુ આ કોન્ફરન્સ અંગેનો મેસેજ વધુને વધુ ફેલાવો અને વધુ માહિતી માટે ધ લિંક ઇન બાયોની મુલાકાત લો. આયોજકોએ જણાવ્યું છે કે હિંદુવાદને હિંદુત્વનો ખતરો ઘણો ગહન છે જેમાં તેમને પડકારવાની કે તેમની સામે ઊભા થવાની હિંમત કરનાર કોઇ પણ હિંદુ અવાજની હત્યાનો પણ સમાવેશ થઇ શકે છે. બાબરી મસ્જિદના મધ્ય ગુંબજ હેઠળ આવેલ રામજન્મભૂમિ મંદિરના મુખ્ય પુરોહિત બાબા લાલદાસની કહાની ખાસ વાચવી એવંુ તેમણે જણાવ્યું હતું. આયોજકોએ જણાવ્યંુ હતું કે હિંદુત્વની માન્યતા અને પગલાઓની ચકાસણી થશે. ખાસ કરીને નફરત ભડકાવતી અને ઇસ્લામોફોબિયાને પ્રેરીત કરતી વિચારધારા ઉપર સઘન ચર્ચા વિચારણા થશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews