ભારતમાં ડ્રોન સંચાલનના નિયમો હળવા કરાયા, પાંચ ફોર્મ, ચાર પ્રકારની ફી

0

કૃષિ અને હેલ્થ સહિતના ક્ષેત્રો ક્રાંતિ અને પરિવર્તન લાવવાનું કામ કરશે : નાગરિક ઉડ્ડયન પ્રધાન

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશમાં ડ્રોનને સંચાલિત કરવાના નિયમો હળવા બનાવવાની જાહેરાત કરતાં નવા નિયમો જાહેર કર્યા હતા. પહેલાં ડ્રોનના સંચાલન માટે ૨૫ ફોર્મ ભરવાની જરૂર હતી. જેની સંખ્યા હવે ઘટાડીને પાંચ કરવામાં આવી છે. એટલું જ નહીં ઓપરેટરો પાસેથી વસૂલવામાં આવતી ફીના પ્રકારો ૭૨થી ચાર સુધી ઘટાડી દીધા હતા. ગુરૂવારે ડ્રોન નિયમો ૨૦૨૧ની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ માનવરહિત એરક્રાફટ સિસ્ટમ (યુએસએ) નિયમો ૨૦૨૧ને વટાવી ગયા છે, જે ૧૨ માર્ચથી અમલમાં આવ્યો હતો. નવા નિયમો હેઠળ ફીનું પ્રમાણ ખૂબ જ નજીવું કરી દેવામાં આવ્યું છે. ફીને ડ્રોનના કદ સાથે જાેડવામાં આવી છે. દાખલા તરીકે રિમોટ પાયલોટ લાઈસન્સ માટેની ફી રૂા. ત્રણ હજાર (મોટા ડ્રોન માટે) ઘટાડીને રૂા.૧૦૦ તમામ ડ્રોન માટે અને ૧૦ વર્ષ માટે માન્ય છે. નવા નિયમો હેઠળ વિવિધ મંજૂરીઓની જરૂરિયાત પણ નાબૂદ કરવામાં આવી છે. જેમાં અનુરૂપતા પ્રમાણપત્ર, જાળવણીનું પ્રમાણપત્ર, આયાત મંજૂરી, હાલના ડ્રોનની સ્વીકૃત્તિ, ઓપરેટર પરમિટ, આર એન્ડ ડી સંસ્થાની અધિકૃતત્તા અને વિદ્યાર્થી રિમોટ પાયલોટ લાઈસન્સનો સમાવેશ થાય છે. નવા નિયમો હેઠળ એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે, ગ્રીન ઝોનમાં ૪૦૦ ફૂટ સુધી તેમજ એરપોર્ટ પેરિમિટરથી આઠથી ૧૨ કિ.મી.ની વચ્ચે ૨૦૦ ફૂટની ઉડાન સુધી કોઈ મંજૂરી લેવાની રહેશે નહીં. ગ્રીન ઝોનનો મતલબ ૪૦૦ ફૂટ વર્ટિકલ અંતર સુધીનું એરસ્પેસ, જેને એરસ્પેસ નકશામાં રેડ ઝોન અથવા યલો ઝોન તરીકે અલગ તારવવામાં આવ્યા નથી. માઈક્રો અને નાના ડ્રોન્સ માટે પાયલોટ લાયસન્સની જરૂર નહીં રહે. નિયમોના ઉલ્લંઘન બદલ વધુમાં વધુ દંડ ઘટાડી રૂા. એક લાખ કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ ટાઈપ પ્રમાણપત્ર અને યુનિક આઈડેન્ટિફિકેશન નંબર ત્યારે જ જરૂરી રહેશે જ્યારે ભારતમાં ડ્રોન ચલાવવાનું હોય. ડ્રોનના સ્થળાંતર માટેના નિયમો પણ હળવા બનાવવામાં આવ્યા છે. જાે ડ્રોન માત્ર નિકાસ હેતુ માટે આયાત અથવા ઉત્પાદિત કરવામાં આવે છે તો તેને પ્રકાર પ્રમાણપત્ર અને અનન્ય ઓળખ નંબરની આવશ્યકતામાંથી મુક્તિ આપવામાં આવશે. નવા નિયમોમાં એવી પણ જાેગવાઈ કરવામાં આવી છે કે, ભારતમાં નોંધાયેલી વિદેશી માલિકીની કંપનીઓ દ્વારા ડ્રોન ઓપરેશન ઉપર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, નવા ડ્રોન નિયમો લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ક્રાંતિ લાવશે અને કૃષિ, ખાણ, હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં પરિવર્તન લાવશે.
ભારત વર્ષ ૨૦૩૦ સુધી વૈશ્વિક ડ્રોન કેન્દ્ર બનશે : નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા
ગુરૂવારે નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, ભારતને વર્ષ ૨૦૩૦ સુધી વૈશ્વિક ડ્રોન કેન્દ્ર બનાવવું એ સરકારનો હેતુ છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, નવા ડ્રોન નિયમો લોજિસ્ટિક્સ (સૈન્ય સંચાલન) અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ક્રાંતિ લાવશે અને કૃષિ, ખાણ, હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં પરિવર્તન લાવશે. તેમણે દાવો કર્યો હતો કે, આ ક્ષેત્રે નોકરીની તકો પણ પેદા થશે. ડ્રોન નિયમો ૨૦૨૧ની જાહેરાત સમયે કેન્દ્રીય મંત્રી સિંધિયાએ ઉક્ત નિવેદન આપ્યું હતું. નવા નિયમોના લાભો જણાવવા માટે સિંધિયાએ પત્રકાર પરિષદ સંબોધિ હતી. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને એરપોર્ટ એથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સરકારે ગુરૂવારે ભારતમાં ડ્રોન સંચાલન અંગેના નવા નિયમો જાહેર કર્યા હતા. ડ્રોન સંચાલનના નિયમોમાં પાયાથી પરિવર્તન કરવામાં આવ્યું હતું. કેટલીક મહત્ત્વપૂર્ણ જાેગવાઈઓ મુજબ હવેથી નિયમોના ઉલ્લંઘન બદલ વધુમાં વધુ દંડ ઘટાડી રૂા. એક લાખ કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ ટાઈપ પ્રમાણપત્ર અને યુનિક આઈડેન્ટિફિકેશન નંબર ત્યારે જ જરૂરી રહેશે જ્યારે ભારતમાં ડ્રોન ચલાવવાનું હોય. ડ્રોનના સ્થળાંતર માટેના નિયમો પણ હળવા બનાવવામાં આવ્યા છે. જાે ડ્રોન માત્ર નિકાસ હેતુ માટે આયાત અથવા ઉત્પાદિત કરવામાં આવે છે તો તેને પ્રકાર પ્રમાણપત્ર અને અનન્ય ઓળખ નંબરની આવશ્યકતામાંથી મુક્તિ આપવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!