જૂનાગઢ સહિત આઠ મહાનગરોમાં રાત્રી કરફ્યુ ૧પ સપ્ટેમ્બર સુધી લંબાવાયો

0

કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી ૮ મહાનગરોમાં રાત્રી કર્ફ્‌યૂ લંબાવવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર શહેરમાં ૨૮ ઓગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્‌યૂ અમલમાં રહેશે. આ શહેરોમાં રાત્રે ૧૧ કલાકથી સવારે ૬ કલાક સુધી રાત્રી કર્ફ્‌યૂ અમલમાં રહેશે. તો આ આઠ મહાનગરોમાં માત્ર જન્માષ્ટમી એટલે કે ૩૦ ઓગસ્ટ, સોમવારે એક દિવસ પૂરતો રાત્રી કર્ફ્‌યૂમાં વધારાના બે કલાકની છૂટછાટ મળશે. રાજ્યમાં તહેવારો આવી રહ્યા છે. ત્યારે ૩૦ ઓગસ્ટે જન્માષ્ટમી છે. તો ૯ સપ્ટેમ્બરથી ૧૯, સપ્ટેમ્બર રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ માટે પણ રાજ્ય સરકારે ખાસ ગાઇડલાઇન જાહેર કરી છે. જન્માષ્ટમીના દિવસે તા.૩૦મીએ રાત્રે ૧ઃ૦૦ વાગ્યાથી કરફ્યુ લાગું થશે. ગણેશ ઉત્સવ દરમ્યાન રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રી કરફ્યુમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. એટલે કે તા.૯થી ૧૯ સપ્ટેમ્બર દરમ્યાન રાત્રે ૧ર કલાકથી કર્ફ્‌યૂ અમલમાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!