દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાઇ જતાં જગતાત ચિંતામાં મુકાઇ ગયો છે. અગાઉ મહદંશે ધરતીપુત્રો વાવેતર કરી ચૂક્યા છે અને છેલ્લા આશરે દોઢેક માસથી વરસાદ ન વરસતા ખેડૂતોની આંખોમાં ચિંતાના વાદળો જાેવા મળી રહ્યા છે. હાલ અનેક ખેતરોમાં મોલાતો મુરજાઈ રહી છે ત્યારે ખેડૂતોને આ સામે નિયત વળતર મળવું જાેઇએ તેવી માગણી સાથે ખંભાળિયામાં કોંગી આગેવાનો દ્વારા તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. ખેડૂતો માટે અગાઉ જાહેર થયેલી મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાના અમલ અંતર્ગત બે વરસાદ વચ્ચે એક માસ જેટલું અંતર હોય તો ઉપરોક્ત યોજના હેઠળ ખેડૂતોને એક હેક્ટર દીઠ આશરે ૨૫,૦૦૦ લેખે ચાર હેક્ટરનું ખેતર ધરાવતા ખેડૂતને રૂા. એક લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. પરંતુ સરકાર દ્વારા યેનકેન પ્રકારે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી. જેથી હાલ સરકાર ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા થઈ રહ્યો છે. ઉપરોક્ત મુદ્દે રાજ્યના રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર અહીંની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જણ, કોંગી અગ્રણી એભાભાઇ કરમુર, માજી મંત્રી ડોક્ટર આર.એન. વારોતરીયા, જીવાભાઈ કનારા, પાલભાઈ આંબલીયા, દેવુભાઈ ગઢવી વગેરે દ્વારા લેખિત પત્ર પાઠવી ખેડૂતોને મળવાપાત્ર સહાય તાકીદે મળે તે માટે યોગ્ય પગલા લેવાની રજૂઆત કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews